ઉત્તર મુંબઈના મલાડ વિસ્તારના અપ્પા પાડા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને યુદ્ધના ધોરણે આગ ઓલવવાનું કામ કરી રહી છે. આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ લેવલ 3ની જણાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે મુંબઈમાં આજે આગની આ બીજી ઘટના છે.
Massive fire in Appapada, Malad East#BMC #MumbaiPolice #eknathshindeCM pic.twitter.com/eUakqca1HA
— SHASHANK MAHAJAN (@dream_fit_life) March 13, 2023
ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું કહેવાય છે. મલાડના આનંદ નગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હતી. તે જ સમયે, આ પહેલા મુંબઈના જ ઓશિવારા વિસ્તારના માર્કેટમાં આગ લાગવાના સમાચાર હતા. મુંબઈના જોગેશ્વરી પશ્ચિમ વિસ્તારના ઓશિવારામાં ફર્નિચર માર્કેટમાં આગ લાગી હતી. BMCએ પણ આગને લેવલ 3 તરીકે જાહેર કરી હતી.
આ સમાચાર પણ વાંચો : ઓશિવારા બાદ હવે અહીં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, અનેક ઝુંપડાઓ બળીને ખાખ, જુઓ આગના વિકરાળ દ્રશ્યો
ઓશિવારા બાદ હવે અહીં આવેલી #ઝૂંપડપટ્ટીમાં ભીષણ #આગ, અનેક #ઝુંપડાઓ બળીને ખાખ, જુઓ આગના વિકરાળ #દ્રશ્યો…#Malad #fire #mumbai #appapada #slum #firevideo pic.twitter.com/etMr3g0JMC
— news continuous (@NewsContinuous) March 13, 2023