પરણીત યુવાને પ્રેમિકા સાથે ભાગી જવા કોરોનાની આડ લીધી.. પોલીસે ભાંડો ફોડી નાંખ્યો.. જાણો મુંબઈનો રોચક કિસ્સો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 સપ્ટેમ્બર 2020

નવી મુંબઈ વાશીથી એક અજીબ પ્રેમ કહાની સામે આવી છે. કદાચ આ પ્રથમ જ કેસ હશે જેમાં કોરોનાની આડમાં એક પરણીત પ્રેમી પત્નીને છોડી પ્રેમિકા સાથે રહેવા જતો રહ્યો હતો.. વાશી પોલીસે એક પરિણીત વ્યક્તિને શોધી કાઢવામાં સફળતા મેળવી છે, જે જૂન મહિનામાં તેના પરિવાર સામેં જુઠું બોલી  પ્રેમીકા સાથે ઈંદોર ભાગી ગયો હતો, તેણે એક સ્ટોરી ઉપજાવી કાઢી હતી કે  તેને કોરોનાવાયરસ પોઝિટીવ  રિપોર્ટ આવ્યો છે અને તે ચેપથી બચી શકશે નહીં. 

પોલીસના જણાવ્યા અનુસાર, 24 જૂને નવી મુંબઈના જેએનપીટીમાં ક્લિયરિંગ એજન્ટ તરીકે નોકરી કરતાં એક સુપરવાઇઝરએ તેની પત્નીને ફોન કર્યો અને કહ્યું કે 'તેને કોરોના પોઝિટીવ છે અને તે બચશે નહીં' આમ કહી કહ્યું તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.. બીજા દિવસે ઘરે પરત ન આવતા તેના પરિવારે ગુમ થયાની  ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મળ્યાં બાદ વાશી પોલીસે યુવકને શોધી કાઢવા માટે એક ટીમ બનાવી અને જોયું કે તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરતાં પહેલાં તેનું છેલ્લું જાણીતું લોકેશન વાશી હતું.

પોલીસની એક ટીમ આ લોકેશન પર ગઈ હતી, 

જયાં સ્થળ પર મોટરસાયકલ અને ચાવી, બેકપેક અને તેનું હેલ્મેટ મળી આવ્યાં હતાં. આથી પોલીએ સ્થાનિક માછીમારોની મદદથી વાશીની ખાડી પણ તપાસી હતી, પરંતુ તેનો મૃતદેહ મળ્યો નથી. આથી પોલીસ ને ખાતરી થઈ કે તે જીવિત છે અને તે પોલીસે યુવકને શોધવાનું ચાલુ રાખ્યું.. તપાસકર્તાઓએ સીસીટીવી ફૂટેજ સ્કેન કરતા એરોલીમાંથી પ્રથમ લીડ મળી, જ્યાં તે એક મહિલા સાથે કારમાં મુસાફરી કરતી જોવા મળ્યો હતો. વધુ તપાસ કરતાં પોલીસને ખબર પડી 'યુવકના લગ્નેત્તર સંબંધ હતા અને તેની ગર્લફ્રેન્ડ સાથે ઈંદોરમાં છુપાઈને રહે છે.' ત્યારબાદ વાશી પોલીસે એક ટીમ ઈન્દોર મોકલી યુવકને નવી મુંબઈ લઈ આવી હતી.. હાલ પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!