News Continuous Bureau | Mumbai
બુરખા અને હિજાબને(burqa and hijab) લઈને ઘણા દેશોમાં વધી રહેલા હંગામા વચ્ચે માયાનગરી મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્ની કથિત રીતે બુરખો ન પહેરતા તેને મોતને ઘાટ(Killed Wife) ઉતારી દીધી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપી અને તેની પત્ની વચ્ચે બાળકની કસ્ટડીને(Custody of child) લઈને પણ ઝગડો ચાલી રહ્યો હતો. બંને વચ્ચે બાળકની કસ્ટડીને લઈને વાત થવાની હતી, જેનો દર્દનાક અંત સામે આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના વિશે ની માહિતી આ પ્રકારની છે જેમાં, પોલીસ પ્રમાણે હિન્દુ યુવતીએ(Hindu Woman) ૨૦૧૯માં એક મુસ્લિમ વ્યક્તિ(Muslim man) સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતીએ પોતાનું નામ બદલી નાખ્યું હતું. ક્ષેત્રના પોલીસ પ્રભારીએ જણાવ્યું કે યુવતી છેલ્લા કેટલાક મહિનાથી પોતાના પુત્રની સાથે અલગ રહેતી હતી, કારણ કે યુવકનો પરિવાર તેના પર બુરખો પહેરવા માટે દબાણ કરતો હતો. બંને વચ્ચે બાળકની કસ્ટડીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. સોમવારે રાત્રે ૧૦ કલાકે દંપતી બાળકની કસ્ટડી અને તલાક મુદ્દે વાત કરવાના હતા. આ દરમિયાન પતિએ બુરખો ન પહેરવા પર બાળકની કસ્ટડીને લઈને પોતાની પત્ની સાથે જાનવરો જેવો વ્યવહાર કર્યો. થોડા સમય સુધી ચાલેલા ઝગડા બાદ તેણે પોતાની પત્ની પર છરીથી હુમલો કર્યો હતો. પીડિતાનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. ઘટના બાદ યુવતીને ઓળખનાર લોકોએ પોલીસને જાણકારી આપી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે ડેડ બોડીને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે મહિલાના શરીરમાંથી લોહી નિકળી રહ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ(Section of IPC) ૩૦૨ (હત્યા) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસ પૂછપરછ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : બહારગામ જતા રેલ યાત્રીઓ માટે સારા સમાચાર -વેકેશનના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે મુંબઈથી આ રાજ્યો વચ્ચે દોડાવશે સ્પેશિયલ ટ્રેન