News Continuous Bureau | Mumbai
મુંબઈના મલાડ(Mumbai Malad) વિસ્તારમાં માલવણી(malvani) ખાતે એક વિચિત્ર બનાવ બન્યો છે. અહીં ગુરુવારે 345 નંબરની બસ સવારે 9:30 વાગે પસાર થઇ રહી હતી. તે સમયે એક યુવકને બસ માં પ્રવેશતો રોકવામાં આવ્યો હતો. બસ કંડક્ટર અને બસ ડ્રાઇવર(bus driver) નું કહેવું હતું કે બસમા જગ્યા ન હોવાને કારણે આવું કરવામાં આવ્યું. પરંતુ ૨૬ વર્ષનો મેરવીલ રોબેરો બસ કંડકટર(bus conductor) ની વાત થી સહમત ન હતો. આ પ્રકરણને કારણે ગુસ્સે થયેલા મેરવીલે બસ(Bus)ની સામે જઈને ડ્રાઇવર (Bus driver)સાથે ઝઘડો કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ઘણો ગુસ્સે થઈ ગયો હતો અને તેણે રસ્તા કિનારે પડેલા પથ્થર થી બસના કાચ તોડી નાખ્યો હતો.
#મલાડ ખાતે #બસમાં એન્ટ્રી ન મળતા યુવકે #બેસ્ટની બસના #કાચ તોડી નાખ્યા.. જુઓ #વિડિયો.#Mumbai #BESTbus #driver #Passenger #clash #viralvideo pic.twitter.com/MwcxKGKEBd
— news continuous (@NewsContinuous) June 10, 2022
આ સમાચાર પણ વાંચો : ભારતના આ ધુરંધર ક્રિકેટર એ કર્યું સમાજસેવાનું કામ- પોતાની દિકરીના જન્મોત્સવમાં 101 છોકરીઓને માલામાલ કરી દીધી
ઘટનાસ્થળે મોજુદ લોકોએ ભેગા મળીને મેરવીલને પકડી લીધો હતો તેમજ પોલીસના હવાલે કર્યો હતો. આ સંદર્ભે મીટ ચોકી પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે.