News Continuous Bureau | Mumbai
Mumbai : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ( TMC MP ) કલ્યાણ બેનર્જી ( Kalyan Banerjee ) એ સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) પ્રત્યે અપમાનજનક વર્તન કર્યું હતું અને સાંસદ રાહુલ ગાંધી ( Rahul Gandhi ) દ્વારા તેમનું ચિત્રણ પણ કરવામાં આવ્યું હતું.
ઘટનાનો ઉગ્ર વિરોધ કરવા રેલી
આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવા માટે મહારાષ્ટ્રનાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વમાં મુંબઇનાં ભારતમાતા સિનેમાથી લાલબાગ પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ સાંસદ કલ્યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કાલાચોકી પોલીસ સ્ટેશન (Kala Chowki Police station ) માં જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ સમયે ઉપસ્થિતો તરફથી દોષિત સાંસદોને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.

સમગ્ર રાષ્ટ્રનું અપમાન
આ પ્રસંગે લોઢાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, જગદીપ ધનખડનું અપમાન વ્યક્તિગત નથી પરંતુ બંધારણીય પદ અને સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે. આ અપમાન કલ્યાણ બેનર્જી અને રાહુલ ગાંધીઐ કર્યું છે. તેઓ ઉપરાષ્ટ્રપતિને કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ભારતની છબી ખરાબ થઇ છે. સમગ્ર ભારતમાં તેમના વિરુદ્ધ ગુસ્સો છે. અમે પણ આ કૃત્યનો વિરોધ કરવા માટે અહીં એકઠા થયા છીએ. અહીં દરેક જણ સસ્પેન્ડની માંગ કરી રહ્યા છે પરંતુ માત્ર એટલું જ પૂરતું નથી, તેમની સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ જેથી આવી કોઈ ઘટના ફરી ન બને.
આ સમાચાર પણ વાંચો : Uber: હવે મુસાફરી બનશે વધુ સરળ અને સુરક્ષિત.. Uber લોન્ગ ટ્રીપ માટે લાવી રહ્યું છે આ નવું ફીચર.. જાણો શું છે આ નવુ ફિચર..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.