ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં લાલબાગ વિસ્તારની 60 માળની એક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ સૌથી પહેલા બિલ્ડિંગના 19મા માળે લાગી હતી, જે ધીમે ધીમે 17 થી 25 માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ કે બિલ્ડિંગના 7/8 માળમાં તો ફક્ત ધુમાડો જ દેખાઈ રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, લાલબાગ વિસ્તારમાં કરી રોડ પર આવેલા અવિઘ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં આગ લાગી છે. જેની ગણના મુંબઈની સૌથી ઊંચી ઇમારત તરીકે થાય છે. આ ભીષણ આગથી બચવા લોકો બિલ્ડિંગની બાલ્કની બહાર લટકી ગયા. જેનો વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
આગને કારણે, એક સિક્યુરિટી ગાર્ડ પોતાને બચાવવા માટે બાલ્કનીમાં લટકી ગયો, પરંતુ તે પોતાની જાતને લાંબા સમય સુધી પકડી શક્યો નહીં અને હાથ ગુમાવવાને કારણે બાલ્કનીમાંથી નીચે પડી ગયો હતો. નીચે પડવાને કારણે આ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આગની બાતમી મળ્યા બાદ મુંબઈના મેયર કિશોરી પેડણેકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે હજુ સુધી આગ લાગ્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ બિલ્ડિંગની આસપાસ પણ અન્ય આવાસીય ઇમારતો છે. એવામાં ચિંતાની બાબત એ છે કે, જો આ આગને જલ્દીમાં જલ્દી નહીં બુઝાવવામાં આવે તો ત્યાં ખૂબ મોટું નુકસાન થઇ શકે છે.
#મુંબઈના આ #વિસ્તારમાં 60 માળની #ઇમારતમાં લાગી ભયંકર #આગ, #બાલ્કનીમાંથી નીચે પડ્યો એક માણસ; #બચાવ કામગીરી ચાલુ; જુઓ #વિડીયો..#MumbaiFire #Mumbai #CurryRoad #fire #ViralVideos pic.twitter.com/TMY5TaBKYx
— news continuous (@NewsContinuous) October 22, 2021