ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
1લી મે થી ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના લોકો ને વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને બિરદાવતા અને તેમાં પણ યશ ખાટવા માટે મહારાષ્ટ્ર સરકારે તમામ લોકોને મફત વેક્સીન આપવાનું જાહેર કર્યું.
જોકે વેક્સિન ક્યાંથી આવશે તે સંદર્ભે પહેલેથી જ શંકા સેવાઇ રહી હતી. હવે આ સંદર્ભે સરકારી અધિકારીઓના બયાન સામે આવ્યા છે.
મુંબઈના આરોગ્ય સચિવ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેમની પાસે વેક્સિન નો પૂરતો જથ્થો નથી. આ પરિસ્થિતિમાં પહેલી મેથી કઈ રીતે વેક્સિનેશન કાર્યક્રમ આગળ વધશે તે સંદર્ભે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં ૧૮ થી ૪૪ વર્ષની વયના ૫૦થી ૬૦ લાખ લોકો છે. આ તમામ લોકો માટે ૧ કરોડ ૨૦ લાખ જેટલા ડોઝ ની જરૂર છે. હવે આ ડોઝ સરકાર પાસે ન હોવાને કારણે વેક્સિનેશન કાર્યક્રમ એક તારીખથી અટકી પડે તેવું લાગી રહ્યું છે.
બીડમાં ચોંકાવનારી ઘટના, એક જ એમ્બ્યુલન્સમાં ૨૦થી વધુ શબ ભરીને અંતિમ સંસ્કાર માટે લઇ જવાયા.