આવી છે શિવસૈનિક મેયર? મુંબઈવાસીનો સવાલ : કૉન્ટ્રૅક્ટ કોને આપ્યો? કિશોરી પેડણેકર : તારા બાપને! જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જૂન 2021

ગુરુવાર

મુંબઈના પ્રથમ નાગરિક કહેવાતાં મેયર કિશોરી પેડણેકરે સોશિયલ મીડિયા ટ્વિટર પર વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતાં વિવાદ જાગ્યો છે.

 બન્યું એવું કે એક જાગ્રત મુંબઈગરાએ મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડ-19ની વેક્સિન માટે બહાર પાડેલા ગ્લોબલ ટેન્ડરનો કૉન્ટ્રૅક્ટર કોને મળ્યો? એવો સવાલ મેયરને ટ્વિટર પર કર્યો હતો. જે મેયરને માફક આવ્યો નહોતો. તેઓ પોતાના પદનું – હોદ્દાનું ભાન ભૂલી ગયાં હતાં. તેમણે તુરંત યુવકને મરાઠીમાં “તારા બાપને”  એવી વાંધાજનક ભાષામાં જવાબ આપ્યો હતો.

મંત્રીમહોદય અસ્લમ શેખે દહિસરમાં ચલાવ્યું બળદગાડું, સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ આપ્યો સણસણતો જવાબ; જાણો વિગત

મેયરના આવા ઉદ્ધતભર્યા જવાબને કારણે ભારે વિવાદ થયો હતો. બાદમાં કંઈ કાચું કપાયું હોવાનું જણાતાં મેયરે તુરંત ટ્વીટ ડિલીટ કરી નાખી હતી. જોકે ત્યાં સુધી બધી જગ્યાએ તેમની આ ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી.

મેયરના આ ટ્વીટ બાદ ભાજપે જોકે તુરંત શિવસેનાને સાણસામાં લેવાની તક સાધી લીધી હતી. મુંબઈના પ્રથમ નાગરિકને શું આવી વાંધાજનક ભાષાના ઉપયોગ શોભે છે ? એવો સવાલ ભાજપના નગરસેવક ભાલચંદ્ર શિરસાટે કર્યો હતો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More