ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
મુંબઈમાં છેલ્લા અનેક વર્ષોથી શાકાહાર-માંસાહારને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં શિવસેના હંમેશાથી માંસાહારને સમર્થન કરતી હોવાનું માનવામાં આવે છે. ત્યારે પ્રાણીઓના સંરક્ષણ માટે કામ કરતી PETA ઈન્ડિયા સંસ્થા 2021નો આ વર્ષનો સૌથી વધુ શાકાહાર-પૂરક શહેરનો પુરસ્કાર મુંબઈને મળ્યો છે. એટલે કે મુંબઈ શહેર દેશના શાકાહારી શહેરોમાં ટોચના સ્થાને છે. આ પુરસ્કારનો સ્વીકાર મુંબઈના મેયર કિશોરી પેડણેકરે સ્વીકાર્યો હતો. મેયરે આ પુરસ્કાર સ્વીકારતા શિવસેના માંસાહારને કે પછી શાકાહારને સમર્થન આપી રહી છે? એવા સવાલ તો ઉઠ્યા છે. પરંતુ સાથે જ શિવસેના માટે પણ રાજકીય રીતે પણ અડચણ નિર્માણ થવાની શકયતા છે.
વાહ! મુંબઈ શહેર દેશમાં શાકાહારી નંબર વન; આટલા ટકા લોકો છે વેજિટેરિયન; મુંબઈને મળ્યો આ એવોર્ડ
માંસાહારી પરિવારને બિલ્ડરો તેમની બિલ્ડિંગમાં ઘર આપતા નથી આ વિવાદ વર્ષોથી મુંબઈમાં ચાલી રહ્યો છે. આ મુદ્દા પર અનેક વખત આંદોલન તો થયા છે. એટલું જ નહીં પણ મુંબઈ મહાનગરપાલિકાના સભાગૃહમાં માંસાહારીઓને ફલેટ આપવાનો ઈનકાર કરનારા બિલ્ડર સામે એક્શન લેવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. એવામાં મુંબઈના મેયર કિશોરી પેડણેકરે શાકાહારને સમર્થન કરનારી PETA ઈન્ડિયા સંસ્થા તરફથી શુક્રવારે સૌથી વધુ શાકાહાકપૂરક શહેરનો પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન મુંબઈના મેયરનો ભાયખલાના રાણીબાગમાં આવેલા મેયર નિવાસસ્થાને થયું હતું. તેથી બરોબર મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી છે ત્યારે મેયરે આ એવોર્ડનો સ્વીકાર કરતા શિવસેનાને પોતાના મતદારોને જવાબ આપવો ભારે પડી શકે છે.