ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
મુંબઈના મેયર કિશોરી પેડણેકર એ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્ર અને મુંબઈ શહેરમાં કોરોના કેસની સંખ્યા વધતી ચાલી છે. આ પરિસ્થિતિમાં મુંબઈના મેયર એ કહ્યું છે કે આ રીતે જ પરિસ્થિતિ ચાલુ રહી તો લોકલ ટ્રેનમાં સામાન્ય માણસની મુસાફરી કઈ રીતે શક્ય બનશે? તેમણે એવું પણ જણાવ્યું કે હવે લોકોએ માસ્ક પહેરવાની આદત છોડી દીધી છે. આ ઉપરાંત લોકો લોકલ ટ્રેનમાં સફર કરતી વખતે સુરક્ષાનું ધ્યાન નથી રાખી રહ્યા.
આ પરિસ્થિતિમાં લોકલ ટ્રેન સંપૂર્ણ રીતે સામાન્ય માણસ માટે કઈ રીતે ચાલુ કરી શકાશે?
આમ સામાન્ય મુંબઈ વાસીઓ માટે લોકલ ટ્રેન નો સફર હવે આવનાર દિવસમાં મુશ્કેલ બનશે તેવું લાગી રહ્યું છે.
