News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર (Mumbai city) ના ગોવંડી (Govandi) અને કુર્લા (Kurla) માં ઓરી (measles) નો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો છે. આ બંને વોર્ડમાં પાંચ અલગ-અલગ વિભાગોમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. આ ઉપરાંત એમ પૂર્વ, એલ વોર્ડમાં 5-5 દરદીઓ નોંધાયા છે. આ સાથેજ એફ-નોર્થ, જી-નોર્થ, એમ-વેસ્ટ, પી-નોર્થ વોર્ડમાં પ્રત્યેક જગ્યાએ 1 – 1 દરદીને ઓરી લાગુ પડ્યો છે.
મુંબઈમાં હાલમાં 2 હજાર 860 બાળકોને ઓરી હોવાની શંકા છે. નગરપાલિકા (BMC) ના આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે કે 9 મહિનાથી 5 વર્ષ સુધીની ઉંમરના બાળકોને જો ઓરીની રસી બાકી હોય તો તેમને તાત્કાલિક રસી અપાવી દેવી જોઈએ.
મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ઓરીના 176 દર્દીઓને સારવાર આપતા સમયે હોસ્પિટલ તંત્રને પણ પડકારનો સામનો કરવો પડ્યો છે. ઓરીના શંકાસ્પદ દર્દીઓને ગોવંડીની શતાબ્દી હોસ્પિટલ, શિવાજી નગરમાં સિવિલ હેલ્થ સેન્ટર અને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં વરલીના કોલીવાડા બીચમાં ન્હાવા ઉતરેલા 5 બાળકો તણાયા, આટલાના ડૂબી જવાથી મોત..
ઓરીના ગંભીર દર્દીઓની સંખ્યા.
- ઓક્સિજન સારવાર પર દર્દીઓ – 7
- કૃત્રિમ શ્વાસોચ્છવાસ પર દર્દીઓ – 2
મુંબઈ મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર બાળકોમાં નિમ્નલિખિત લક્ષણ દેખાય તો તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.
- બાળકોમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપ
- ઝાડા
- ન્યુમોનિયા
- કુપોષણ