રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ 

જો કે, આ રવિવારે એટલે કે રવિવાર 22 જાન્યુઆરીએ, મુંબઈ લોકલની મધ્ય રેલવેની મુખ્ય લાઈન પર કોઈ મેગા બ્લોક નહીં હોય. માત્ર હાર્બર અને ટ્રાન્સહાર્બર રૂટ પર મેગા બ્લોક રહેશે

by kalpana Verat
CR Announces 6-hour Mega block on May 21

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ ( Mumbai Local ) મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવારના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. જો કે, આ રવિવારે એટલે કે રવિવાર 22 જાન્યુઆરીએ, મુંબઈ લોકલની મધ્ય રેલવેની મુખ્ય લાઈન પર કોઈ મેગા બ્લોક નહીં હોય. માત્ર હાર્બર અને ટ્રાન્સહાર્બર રૂટ પર મેગા બ્લોક રહેશે. તેથી, જો તમે આ સપ્તાહના અંતમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો ટ્રેનનું સમયપત્રક જોઈને જ બહાર નીકળ જો.  

હાર્બર અને ટ્રાન્સહાર્બર રૂટ પર રવિવારે મેગા બ્લોક

થાણે-વાશી/નેરુલ ટ્રાન્સહાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે.

આ સમયગાળા દરમિયાન વાશી/નેરુલ/પનવેલ માટે સવારે 10.35 થી સાંજે 4.07 વાગ્યા સુધી થાણેથી ઉપડતી   ટ્રેનો અને સવારે 10.25 થી સાંજે 4.09 વાગ્યા સુધી વાશી/નેરુલ/પનવેલથી થાણે જતી ટ્રેનો રદ રહેશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-ચુનાભટ્ટી/બાંદ્રા હાર્બર રૂટ પર સવારે 11.40 થી 4.40 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ હાર્બર રૂટ પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે.

આ સમાચાર પણ વાંચો: ભારતીય સેનામાં મહિલાઓનો દબદબો! 108 મહિલા અધિકારીઓનું કર્નલ રેન્ક પર પ્રમોશન

હાર્બર રૂટની ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ/વડાલા રોડથી સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી વાશી/બેલાપુર/પનવેલ અને બાંદ્રા/ગોરેગાંવ માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી ઉપડતી ટ્રેનો સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધી રદ રહેશે. 

પનવેલ/બેલાપુર/વાશીથી ઉપડતી હાર્બર લાઇનની ટ્રેનો સવારે 9.53 થી બપોરે 3.20 સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ/વડાલા રોડ અને ગોરેગાંવ/બાંદ્રાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટે સવારે 10.45 થી સાંજે 5.13 સુધી ઉપડનારી હાર્બર રૂટ પરની ટ્રેનો રદ રહેશે.

વિશેષ ટ્રેનો

  • જો કે, બ્લોક સમયગાળા દરમિયાન પનવેલ અને કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવાઓ ચલાવવામાં આવશે.
  • હાર્બર લાઇન પરના મુસાફરોને 22 જાન્યુઆરી 2023ના રોજ સવારે 10.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી મેઇન લાઇન અને પશ્ચિમ રેલવે પર મુસાફરી કરવાની છૂટ છે. 
  • આ જાળવણી મેગાબ્લોક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સુરક્ષા માટે જરૂરી છે. રેલવે પ્રશાસને મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More