Site icon

Mumbai Mega Block: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. આજે રાતે પશ્ચિમ રેલવે પર લેવાશે 10 કલાકનો ટ્રાફિક બ્લોક, લોકલ ટ્રેનો થશે પ્રભાવિત! ચેક કરો શેડ્યુલ.

Mumbai Mega Block: શનિવારે પશ્ચિમ રેલવેના ગોરેગાંવ અને કાંદિવલી સ્ટેશનો વચ્ચે નાઇટ બ્લોક રાખવામાં આવશે. આ બંને સ્ટેશનો વચ્ચે પાંચમી રેલ્વે લાઇન પર રાત્રે 11 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી આમ 10 કલાકનો બ્લોક લેવામાં આવશે. તે જ સમયે કાંદિવલી અને ગોરેગાંવ વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર રાતે 11 વાગ્યાથી સવારે 3.30 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.

Mumbai Mega Block WR Announces 10-Hour Mega Block For 6th Line Construction Between Goregaon-Kandivali On October 5-6

Mumbai Mega Block WR Announces 10-Hour Mega Block For 6th Line Construction Between Goregaon-Kandivali On October 5-6

News Continuous Bureau | Mumbai 

Mumbai Mega Block: મુંબઈ ( Mumbai ) લોકલ દ્વારા મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર છે. શનિવાર રવિવાર મધ્ય રાત્રીના પશ્ચિમ રેલવે ( Western Railway ) પર 10 કલાકનો મેગાબ્લોક ( Mega block ) લેવામાં આવશે. તેમજ રવિવારે સેન્ટ્રલ અને હાર્બર રૂટ પર મેગા બ્લોક રહેશે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. આ ના કારણે ઘણી ટ્રેનોના શિડ્યુલને અસર થશે. કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવશે. આવો જાણીએ આ વિશે વિગતવાર માહિતી.

Join Our WhatsApp Community

Mumbai Mega Block: છઠ્ઠા  રૂટના કામ માટે લેવામાં આવી રહ્યો છે નાઈટ બ્લોક

ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે પશ્ચિમ રેલવે લાઇન પર આજે (શનિવાર, 5 ઑક્ટોબર) રાતે 11:00 PM થી 9:00 AM સુધી 10 કલાકનો મેગાબ્લોક હાથ ધરવામાં આવશે. ઉપરાંત, આ જ સમયગાળા દરમિયાન, ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચેના અપ ફાસ્ટ રૂટ પર રાત્રે 11:00 થી 3:30 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોક ગોરેગાંવ અને કાંદિવલી સ્ટેશન વચ્ચે છઠ્ઠા  રૂટના કામ ( 6th Line construction ) માટે લેવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Indigo down: ઈન્ડિગો એરલાઈનનું નેટવર્ક થયું ઠપ્પ, ચેક ઈનમાં સમસ્યા સર્જાતા એરપોર્ટ પર લાગી મોટી લાઈનો..એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવા દ્રશ્યો દેખાયા; જુઓ વિડીયો

Mumbai Mega Block:  લગભગ 50 ટ્રેનો રદ કરવામાં આવી

આ બ્લોકને કારણે ગોરેગાંવ અને બોરીવલી વચ્ચેની લગભગ 50 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ બ્લોક સમયગાળા દરમિયાન, અપ ફાસ્ટ રૂટની તમામ લોકલને બોરીવલી અને અંધેરી વચ્ચે અપ સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ કરવામાં આવશે અથવા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.  5મી લાઇન પરની તમામ મેઇલ-એક્સપ્રેસ અંધેરી અને બોરીવલી વચ્ચેની ડાઉન એક્સપ્રેસ લાઇન પર દોડશે.

 

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version