News Continuous Bureau | Mumbai
સ્ટોરી મુંબઈમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર ભરાયેલા પાણીમાં બે વૃદ્ધ મિત્રો ટેબલ અને ખુરશી ગોઠવીને પીણાંની મજા માણી રહ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લોકો દ્વારા ખુબ જોવામાં આવી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
વાયરલ થયેલા આ વીડિયોમાં બે વૃદ્ધ મિત્રો એક રહેણાંક બિલ્ડિંગની બહાર ઘૂંટણસમા પાણીમાં બેઠેલા જોવા મળે છે. તેઓએ એક નાનું ટેબલ, ખુરશીઓ, પીણાંની બોટલ અને ગ્લાસ ગોઠવ્યા છે. તેઓ જાણે કે ભરાયેલા પાણીનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બંને વૃદ્ધ મિત્રો આરામથી બેસીને વાતચીત કરતા અને હસતા જોવા મળે છે.
आदमी को क्या चाहिए!!
दो-चार दोस्त और दो-चार पैग..
फिर माहौल कैसा भी हो.. जगह कैसी भी हो.. माहौल बन ही जाता है..
जहां चार यार .. #Mumbai #MumbaiWeather #MumbaiRains #friendship #FRIENDS4EVER pic.twitter.com/kTQGoitZma— Vivek K. Tripathi (@meevkt) August 20, 2025
આ સમાચાર પણ વાંચો : BEST Election Result: BEST ચૂંટણી પરિણામ: શું ખરેખર ઉદ્ધવ ઠાકરેને નડ્યો તેનો અતિઆત્મવિશ્વાસ? જાણો રાજકીય નિષ્ણાતો નું શું કહેવું છે
લોકોની પ્રતિક્રિયાઓ
આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ મનોરંજન અનુભવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ભારતીય અનુકૂલનશીલતા એ કોઈ કૌશલ્ય નથી, પરંતુ એક સર્વાઇવલ માર્ગ છે.” અન્ય કેટલાક યુઝર્સે કહ્યું, “હું હસીશ નહીં. ઓછામાં ઓછું તેમની પાસે બેસવા માટે ખુરશીઓ તો છે.” આ વીડિયોથી સ્પષ્ટ થાય છે કે મુંબઈના લોકો કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીવનને માણતા હોય છે.