184
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 સપ્ટેમ્બર 2020
અંધેરીથી દહીંસર તરફની મેટ્રો રેલ શરૂ થવાની ઉત્તર મુંબઈના લોકો કાગડોળે રાહ જોઈ રહયાં છે. તેઓ માટે સારા ખબર આવ્યાં છે. એમએમઆરડીએ કમિશનર આર.એ. રાજીવે જાહેરાત કરી છે કે આવતા વર્ષે મકરસંક્રાંતિ પર (14 જાન્યુઆરી) મેટ્રો લાઇન 7 (દહિસર થી અંધેરી ) અને લાઇન 2 એ (ડી.એન.નગર, અંધેરીથી દહિસર પશ્ચિમ) નું ટ્રાયલ રન શરૂ કરાશે.
જ્યારે જાહેર જનતા માટેની કામગીરી, 20-25 મિનિટના અંતરાલ સાથે મે મહિનામાં શરૂ થશે. આ સેવા 10 રેક્સથી શરૂ કરવામાં આવશે. જોકે, ટીકીટ દર વર્ષ 2016 ના ભાડા નિર્ધારણ મુજબ રહેશે.
અહીં ભાડાનું માળખું છે:
Rs 10 for 0-3 km
Rs 20 for 3-12 km
Rs 30 for 12-18km
Rs 40 for 18-24 km
Rs 50 for 24-30 km
You Might Be Interested In
