News Continuous Bureau | Mumbai
મુંબઈની(Mumbai) પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો(Underground Metro)-3 કોલાબાથી(Colaba) સિપ્ઝ(Seepz) વચ્ચે દોડનારી મેટ્રોની વધુ એક રેક (ચાર કોચ)નું મુંબઈમાં શુક્રવારે આગમન થયું હતું.
આંધ્ર પ્રદેશથી(Andhra Pradesh) 1,400 કિલોમીટરનો પ્રવાસ કરીને દસ દિવસમાં પૂરો કરીને મેટ્રોના રેક(Metro's rack) શુક્રવારે આવી પહોંચ્યા હતા. આ અગાઉ મંગળવારે સૌથી પહેલી ચાર કોચ ૧૩ દિવસે મુંબઈમાં પહોંચ્યાં હતા. આ બે રેકના હવે તમામ સ્પેર પાર્ટસને(Spare parts) જોડવાનું કામ પૂરું કરવામાં આવશે. ત્યારબાદ તેને એમએમઆરસી(MMRC) દ્વારા તૈયાર કરવામાં આવેલી સાઈટ્સ પર પરીક્ષણ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : સોમવારથી વેસ્ટર્ન રેલવેમાં ઠંડા ઠંડા કૂલ કૂલ- એસી લોકલના આઠ ફેરા વધશે- જાણો ટાઈમ ટેબલ અહીં
નવી ટ્રેનની પૂરી ચકાસણી કરવામાં આવ્યા પછી હંગામી ધોરણે ઊભી કરવામાં આવેલી સાઈટ્સ પર બંને રેકની ટ્રેક પર ટેસ્ટિંગ(Tracking) કરવામાં આવવાની છે.
મેટ્રો-3 માટે તૈયાર કરવામાં આવેલી આ રેકનું લગભગ ૧૬૮ ટન જેટલું વજન ધરાવે છે, જેમાં પ્રત્યેક એક કોચનું વજન ૪૨ ટનનું છે.