Site icon

Mumbai Metro Line 3 : વર્ષોનો ઇંતેજાર થશે ખતમ.. આજથી મુંબઈમાં પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો દોડશે, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી…

Mumbai Metro Line 3 : 10 વર્ષની લાંબી રાહ બાદ મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવા શરૂ થવાની છે. આરે JVLR અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વચ્ચેની મુંબઈ મેટ્રો લાઇન-3નો 12.69 કિમીનો વિસ્તાર આજે ખોલવામાં આવશે.

Mumbai Metro Line 3 PM Modi in Maharashtra today to launch Colaba-Bandra-SEEPZ Mumbai Metro Line

Mumbai Metro Line 3 PM Modi in Maharashtra today to launch Colaba-Bandra-SEEPZ Mumbai Metro Line

News Continuous Bureau | Mumbai 

 Mumbai Metro Line 3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. અહીં તેઓ મુંબઈ મેટ્રો લાઈન-3, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન ( Colaba-Bandra- SEEPZ )નું ઉદ્ઘાટન કરશે. આ સાથે પીએમ મોદી મુંબઈમાં અન્ય વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.મેટ્રોના ઉદ્ઘાટનના આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન મનોહર લાલ ખટ્ટર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અને અન્ય ઘણા અધિકારીઓ ભાગ લેશે.

Join Our WhatsApp Community

 Mumbai Metro Line 3 : PM મોદી લાડલી બહેનના લાભાર્થીઓને મળશે

પીએમ મોદી મુંબઈ મેટ્રો લાઈન-3ને ફ્લેગ ઓફ કરવા BKC મેટ્રો સ્ટેશન પહોંચશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ટ્રેનમાં સવાર લાડલી બહેનના લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ અને કામદારો સાથે વાતચીત કરશે. સાથે જ પીએમ મોદી મેટ્રો કનેક્ટ-3 પણ લોન્ચ કરશે, જે આધુનિક સુવિધાઓ સાથે મુસાફરીના અનુભવને વધારવા માટે રચાયેલ મોબાઇલ એપ્લિકેશન છે. આ ઉપરાંત પીએમ મોદી દ્વારા મુંબઈની ભૂગર્ભ મેટ્રોની સફર દર્શાવતી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કરવામાં આવશે. પુસ્તકમાં મેટ્રોની ઉત્ક્રાંતિ દર્શાવતા અદભૂત દ્રશ્યોનો સંગ્રહ છે.

 Mumbai Metro Line 3 : મુંબઈગરાઓ માટે હશે ખાસ અનુભવ 

એમએમઆરસીના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ કહ્યું, ‘આજનો દિવસ મુંબઈના લોકો માટે મહત્વપૂર્ણ છે! અમને ગર્વ છે કે પીએમ મોદી મેટ્રો લાઇન-3નું ઉદ્ઘાટન કરી રહ્યા છે. મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે આ ખાસ અનુભવ હશે. મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો શહેરના લેન્ડસ્કેપને બદલી નાખશે. મુંબઈ મેટ્રો દૈનિક મુસાફરીને સરળ અને વધુ કાર્યક્ષમ બનાવે છે.

આ સમાચાર પણ વાંચો : Naxalites Encounter Chhattisgarh : નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર મોટું ઓપરેશન, સુરક્ષા દળોએ આટલા નક્સલીઓને ઠાર કર્યા, મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી કરી જપ્ત..

 Mumbai Metro Line 3 : પીએમ મોદી પીએમ-કિસાન સન્માન નિધિનું વિમોચન કરશે

મુંબઈ મેટ્રો લાઈન-3નું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી લગભગ 9.4 કરોડ ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાની PM-કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો જાહેર કરશે. આ હપ્તા સાથે, PM-કિસાન હેઠળ વિતરિત કુલ રકમ અંદાજે રૂ. 3.45 લાખ કરોડ થશે.

 

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version