News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) મોડી રાત સુધી ઓફિસ(Late night office) કામ કરનારાઓ માટે રાહત થઈ છે. મુંબઈ મેટ્રોએ(Mumbai Metro) પોતાની સર્વિસનો સમય વધારવાનો નિર્ણય લીધો છે. એ સાથે જ વર્સોવા-અંધેરી-ઘાટકોપર કોરીડોરમાં(Versova-Andheri-Ghatkopar corridor) આજથી મેટ્રોની 30 ટ્રીપ વધારવામાં પણ આવી છે.
મુંબઈના પૂર્વ અને પશ્ચિમ પરાને(East and West Suburbs) જોડતી મેટ્રો વનને(Metro One) કારણે મુંબઈગરાને બહુ રાહત થઈ છે. આ રૂટ પર રસ્તાઓ પર રહેતા ભારે ટ્રાફિકમાંથી(heavy traffic) લોકોને મેટ્રો વનને કારણે છૂટકારો થયો છે. ત્યારે હવે મેટ્રો વને આજથી પોતાની ટ્રીપ વધારી છે. તેમ જ મોડી રાતની ટ્રેનનો સમય પણ વધાર્યો છે.
આ સમાચાર પણ વાંચો : સરકારનો વધુ એક ઉપહાર- મુંબઈની એસી લોકલના ભાડા હજુ ઘટશે
મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડના સ્પોકપર્સને મીડિયા હાઉસને જણાવ્યા મુજબ વર્સોવાથી ઘાટકોપર(Versova to Ghatkopar) વચ્ચેની છેલ્લી ટ્રેન રાતના 11.19ના ઉપડશે અને ઘાટકોપરથી છેલ્લી મેટ્રો રાતના 11.44ના ઉપડશે.