ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
મુંબઈ સહિત એમ.એમ.આર રિજનમાં અનેક ઠેકાણે મેટ્રો ટ્રેન બની રહી છે. સરકારી યોજના હેઠળ આ મેટ્રો ના પાટા નીચે ગાર્ડન બનાવવામાં આવશે. જોકે આ ગાર્ડન બનાવવાનો ખર્ચ ઘણો ઊંચો આવનાર છે. આથી સરકારના પૈસા બચે તેમજ સૌંદર્ય બની રહે તે માટે મેટ્રો કોર્પોરેશન દ્વારા કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં આવેલા મેટ્રોના ડેપો ખાતે પોલી હાઉસ બનાવવામાં આવશે. પોલી હાઉસ નો મતલબ એ થાય છે કે ત્યાં બહુ મોટા વિસ્તારમાં શેડ ઊભો કરીને તેની નીચે ફુલ અને જરૂરી વનસ્પતિઓના છોડ રોપવામાં આવશે.
આ ફૂલ અને છોડ ને સમગ્ર મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેટ્રો ટ્રેનની નીચે મૂકવામાં આવશે. આમ સરકારના પૈસા વધશે તેમ જ ચારકોપ વિસ્તારમાં એક સરસ પોલી હાઉસ તૈયાર થશે.