ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
મહારાષ્ટ્ર સરકારે બુધવારે મુંબઇમાં મેટ્રો રેલ સેવાઓ ફરી શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે કારણ કે રાજ્યમાં કોરોનાવાયરસના કેસોમાં હવે ઘણો ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર સરકારની આજની 'બીગન અગેન' માર્ગદર્શિકાના ભાગરૂપે મેટ્રો સર્વિસને સાવચેતી સાથે ક્રમશ ગુરુવારથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે.
વધુમાં, સરકારી અને ખાનગી પુસ્તકાલયોને પણ ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
સાપ્તાહિક બજારો પણ ખોલી શકાશે અને 'બીગન અગેન' માર્ગદર્શિકાના ભાગ રૂપે બિઝનેસ-ટુ-બિઝનેસ પ્રદર્શનોને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ મહિનાની શરૂઆતમાં, શિવસેનાની આગેવાનીવાળી સરકારે 1 ઓક્ટોબરથી અમલમાં આવેલા 'અનલોક 5.0' માર્ગદર્શિકા અનુસાર રેસ્ટોરન્ટ્સ અને બાર ફરીથી ખોલ્યા હતા.
નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરની રેસ્ટોરન્ટ્સ / બાર / કાફેને ઓકટોબરથી તેમની કામગીરી શરૂ કરવા મંજૂરી પહેલેથી આપી જ છે.
જો કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની રાજ્ય સરકારે એક એસઓપી જારી કરીને જણાવ્યું હતું કે રેસ્ટોરાંએ યોગ્ય સામાજિક અંતરનાંનીખાતરી કરવી પડશે, ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે શક્ય તેટલું માનવ સંપર્ક ઓછો કરવો પડશે.