મુંબઈની નવી મેટ્રો 2A અને 7 ( Mumbai Metro 2A અને 7 ) એ મુંબઈમાં સંપૂર્ણ કામગીરી શરૂ કરી દીધી છે. દરમિયાન MMRDAએ આ લાઈનો પરના સ્ટેશનોને સ્કાયવોક અને ફૂટ ઓવરબ્રિજ દ્વારા મોલ્સ, હાઉસિંગ સોસાયટીઓ અને ઓફિસો જેવી ખાનગી મિલકતો સાથે જોડવાની યોજના બનાવી રહ્યું છે.
આ સ્ટેશનો પર અમલમાં મુકવામાં આવશે યોજના
મુંબઈ મેટ્રોની નવીનતમ લાઈનો માટે ખૂબ જ જરૂરી લાસ્ટ માઈલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે આ યોજના બનાવવામાં આવી રહી છે. MMRDA હાલમાં, મુંબઈ મેટ્રો આ યોજનાને ઓબેરોય મોલ અને નેસ્કોમાં અમલમાં મુકવાનું વિચારી રહ્યું છે. નેસ્કોને ગોરેગાંવ મેટ્રો સ્ટેશન સાથે જોડવામાં આવશે. ઓબેરોય મોલને આરે કોલોની મેટ્રો સ્ટેશન સાથે જોડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈગરાની સવાર ઠંડા-ઠંડા, કૂલ-કૂલ.. શહેરમાં નાસિક, પૂણે કરતાં પણ વધારે ઠંડી.. નોંધાયું આટલું તાપમાન..
આ છે યોજનાનો મુખ્ય હેતુ
આ મેટ્રો સ્ટેશનોને શરુઆતમાં લોકપ્રિય પબ્લિક હબ્સને સ્કાયવોક સાથે જોડવામાં આવશે. જેમાં ટ્રાવેલલેટર્સ પણ હોઈ શકે છે. આ પાછળનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે મુસાફરોને આ મેટ્રો સ્ટેશનોથી આ હબ સુધી પહોંચવા માટે વધુ ચાલવું ન પડે અથવા જાહેર પરિવહન લેવાની ફરજ ન પડે. મુંબઈ મેટ્રો સ્ટેશનોથી લઈને મોટી સોસાયટી કોમ્પ્લેક્સ, રહેણાંક સોસાયટીઓ અને મોલ્સ સુધી સ્કાયવોક બનાવવાની યોજના છે. બાંધકામને મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં બાંધકામ શરૂ થશે. અન્ય સ્કાયવોક તબક્કાવાર બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 2A લાઇનમાં 17 સ્ટેશન છે જ્યારે રેડ લાઇનમાં 14 છે. આ મેટ્રો લાઇન્સમાં દર અડધા કિલોમીટરે એક સ્ટેશન છે. લાઇન 2A અને 7 લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થાય છે. આ લાઈનોનું ઉદ્ઘાટન ગત સપ્તાહની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.