News Continuous Bureau | Mumbai
Gorai Beach: મુંબઈના ગોરાઈ બીચ પર સાંજે (૭ સપ્ટેમ્બર) એક મોટો અકસ્માત થતાં થતાં રહી ગયો, જ્યારે એક મિની બસ ભરતીના ઊંચા મોજાં માં ફસાઈ ગઈ. બસમાં લગભગ અડધો ડઝન મુસાફરો હતા, જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બસ દરિયા કિનારે ઊભી હતી ત્યારે ભરતીના કારણે પાણી વધતું ગયું અને બસ પાણીમાં તરવા લાગી.
અકસ્માતની જાણ થતા જ કોસ્ટ ગાર્ડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કોસ્ટ ગાર્ડ અને પોલીસની મદદથી બસ અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. કોસ્ટ ગાર્ડની સખત મહેનત અને ઝડપી કાર્યવાહીને કારણે આ દુર્ઘટનામાં તમામ મુસાફરોનો જીવ બચી ગયો.
આ સમાચાર પણ વાંચો :Mumbai Malvani Murder: મુબઈના મલાડ-માલવણી વિસ્તારમાં ચોંકાવનારો બનાવ, બહેનના પ્રેમીની હત્યા કરી ભાઈનું માલવણી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર
આ ઘટના બાદ પોલીસે ડ્રાઈવર અને બસ માલિક બંને વિરુદ્ધ બેદરકારીનો કેસ દાખલ કરવાની વાત કહી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કેસ હાઈ ટાઈડના નિયમોનું પાલન ન કરવા બદલ નોંધવામાં આવશે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.