Mumbai: મુંબઈ સેન્ટ્રલથી બોરીવલીનો મુદ્દો આખરે ઉકેલાયો, ટ્રેકની બાજુમાં આવેલી બિલ્ડીંગ માટે હાઈકોર્ટે આપ્યો કંઈક આવો આદેશ.. જાણો રેલવે કઈ રીતે પુર્ણ કરશે કોર્ટનો આ આદેશ…જાણો આ સંપુર્ણ વિગતો અહીં…

Mumbai: હાઈકોર્ટે બુધવારે ટ્રેકની બાજુમાં આવેલી 'શ્રીજી કિરણ' બિલ્ડિંગનો અડધો ભાગ તોડી પાડવા માટે લીલીઝંડી આપી છે, જે મુંબઈ-સેન્ટ્રલથી બોરીવલી માર્ગને શરુ કરવામાં અવરોધરૂપ છે.

by AdminZ
Mumbai: Mumbai Central to Borivali issue finally resolved, court order to demolish half of the building next to the track.

News Continuous Bureau | Mumbai 

 Mumbai: મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) અને બોરીવલી (Borivali) વચ્ચેનો રૂટ, જે છેલ્લા આઠ વર્ષથી અટવાયેલો છે, જે મુંબઈ હાઈકોર્ટ (Mumbai High Court) ના આદેશ બાદ હવે નજરમાં આવ્યું છે. કારણ કે, બુધવારે હાઈકોર્ટે ટ્રેકની બાજુમાં આવેલી ‘શ્રીજી કિરણ’ બિલ્ડીંગ (Shriji Kiran Building) નો અડધો ભાગ તોડી પાડવા માટે લીલીઝંડી આપી છે, જે આ માર્ગને શરુ કરવામાં અવરોધરૂપ છે. જો કે, મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર ઉપાધ્યાયે એ પણ નિર્દેશ આપ્યો હતો કે જમીનના માલિક સુધીર ધારિયા અને તેમના પરિવાર કે જેઓ આ બિલ્ડિંગના અડધા ભાગમાં રહે છે, તેઓને અસ્થાયી રૂપે અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માટે 15 દિવસની મુદત આપીને, ત્યાં સુધી તોડી પાડવામાં આવશે નહીં. તેવી સૂચના પણ ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ દ્વારા આપવામાં આવી હતી. આરીફ ડોક્ટરની ખંડપીઠે પશ્ચિમ રેલવેને આપી છે.

આ સમાચાર પણ વાંચો : Water Cut: મુંબઈમાં ફરી પાણી કાપ, શહેરમાં આ વોર્ડના વિસ્તારોમાં ગુરુવારે 24 કલાક પાણી પુરવઠો નહીં મળે..

મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ 2-B હેઠળ, છઠ્ઠા રૂટ માટે મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી વચ્ચે 30 કિમીનો રૂટ બનાવવામાં આવી રહ્યો છે. આ માટે 918 કરોડનો ખર્ચ અપેક્ષિત છે. ‘શ્રીજી કિરણ’ ઈમારતનો એક ભાગ આ છઠ્ઠા રસ્તા સાથે આવે છે. જેના કારણે 2015થી આ પ્રોજેક્ટમાં અડચણ ઉભી થઇ હતી. રેલવેએ ચાર પ્રોજેક્ટ અસરગ્રસ્તોને નાણાકીય વળતર ચૂકવીને સમાધાન કર્યું હતું. જો કે, ધારિયા પરિવાર કે જેઓ બિલ્ડીંગના મૂળ માલિક છે, એડવ. અમોઘસિંહ મારફત હાઇકોર્ટમાં રિટ પિટિશન (Writ Petition) દાખલ કરીને જમીન સંપાદનની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી.

 

બિલ્ડિંગના ચોક્કસ ભાગને કાપવા માટે ખૂબ જ ખર્ચાળ ડાયમંડ કટીંગ મશીનનો ઉપયોગ કરશે..

“અમે મૂળ જમીન માલિક હોવા છતાં, અમને રેલ્વેની વિનંતી પર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જમીન સંપાદન પ્રક્રિયાની સૂચના આપવામાં આવી ન હતી. આ ઈમારત બે ભાગમાં વહેંચાયેલી છે. તેનો એક ભાગ સંપાદિત કરવામાં આવી રહ્યો છે. જો કે, તે ભાગ તોડી પાડ્યા બાદ સમગ્ર બિલ્ડીંગ જર્જરીત હાલતમાં આવશે, તેથી સમગ્ર બિલ્ડીંગ માટે જમીન સંપાદન થવી જોઈએ તેમ ધારિયા પરિવારે જણાવ્યું હતું. પરંતુ ‘રેલવેને સમગ્ર બિલ્ડિંગની જમીનની જરૂર નથી. વધુમાં, અગાઉ જ્યારે અમે જમીન સંપાદન પ્રક્રિયા શરૂ કરીને પ્રાથમિક સૂચના પ્રસિદ્ધ કરી હતી, ત્યારે જમીન માલિકોએ તેની સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. તેથી, હવે તેઓ સમગ્ર જમીનના જમીન સંપાદનનો આગ્રહ રાખી શકતા નથી’, એવી દલીલ એડવ. સરકાર વતી સુરેશ કુમાર અને પબ્લિક એડવોકેટ હિમાંશુ ટકાએ રજૂઆત કરી હતી.

ખંડપીઠે તેનો સ્વીકાર પણ કર્યો હતો. પ્રોજેક્ટ માટે જરૂરી જગ્યા મેળવવા માટે રેલવે બિલ્ડિંગના ચોક્કસ ભાગને કાપવા માટે ખૂબ જ ખર્ચાળ ડાયમંડ કટીંગ મશીનનો ઉપયોગ કરશે. તે પ્રક્રિયામાં, ઇમારત જરા પણ હલશે નહી’, આ બાબતે કુમારે પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. ત્યારપછી બેન્ચે રેલવેને મંજૂરી આપી, નોંધ્યું કે તે એક જાહેર હિતનો પ્રોજેક્ટ છે અને અરજદારોએ અગાઉ જમીન સંપાદન પ્રક્રિયા સામે ઔપચારિક રીતે વાંધો ઉઠાવ્યો ન હતો. જો કે, તે જ સમયે, બેન્ચે રેલ્વે અને રાજ્ય સરકારને પણ નિર્દેશ આપ્યો હતો કે ‘જો ધારિયા સમગ્ર બિલ્ડિંગના જમીન સંપાદન માટે વિનંતી કરે છે અને વળતર માટે વિનંતી કરે છે, તો તેમની અરજી પર વિચાર કરો અને યોગ્ય નિર્ણય લો’.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More