News Continuous Bureau | Mumbai
Mumbai : મુંબઈ ( Mumbai ) માં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ફરજ બજાવીને ટુ-વ્હીલર ( Two-wheeler ) પર ઘરે પરત ફરી રહેલા એક પોલીસકર્મીનું ( policeman ) માંજાથી ગળું કપાઈ જતાં મોત થયું છે. આ ઘટના રવિવારે મુંબઈના વર્લીના ( Worli ) વાકોલા બ્રિજ ( Vakola Bridge ) પર બની હતી. આ મામલે ખેરવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસકર્મીને ગળામાં પતંગની દોરી ( kite string ) આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મૃતક પોલીસકર્મી વર્લી ( Worli ) માં બીડીડી ચાલીમાં રહે છે. તે દિંડોશી પોલીસ સ્ટેશનમાં બીટ માર્શલ તરીકે કામ કરતા હતા. મૃતક પોલીસકર્મી રવિવારે બપોરે કામ પતાવીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ વાકોલા પૂલ પર પહોંચ્યા, ત્યારે અચાનક તેમના ગળામાં પતંગની દોરી આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે એક રાહદારીને જાણ થતાં ખેરવાડી પોલીસને જાણ કરી હતી. પોલીસ તુરંત ઘટનાસ્થળે આવી હતી. ગંભીર રીતે ઘાયલ પોલીસકર્મીને પોલીસે સાયન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
આ સમાચાર પણ વાંચો : Electric Vehicles : સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહનો?, સંસદીય સમિતિએ ઈ.વીને લઈને મોદી સરકારને કરી આ ભલામણ..
વર્લી BDD ચાલીમાં ( BDD Chawl ) શોક
પોલીસે પોલીસકર્મીની ઓળખ તેના ખિસ્સામાં રહેલા ઓળખ પત્ર દ્વારા કરી હતી. આ અંગે દિંડોશી પોલીસ અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. દરમિયાન તેમના અવસાનથી વર્લી BDD ચાલીમાં શોક છવાઈ ગયો છે. દરમિયાન આ ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.