Site icon

Mumbai : ૫તંગની દોરી બની જીવલેણ.. મુંબઈના વાકોલામાં માંજાથી ગળું કપાઈ જતાં પોલીસકર્મીનું નીપજ્યું મોત..

Mumbai : મુંબઈમાં કામ પરથી ઘરે પરત ફરી રહેલા એક પોલીસકર્મીનું માંજાના કારણે ગળું કપાઈ જવાથી મોત થયું હતું. આ ઘટના રવિવારે વાકોલા બ્રિજ પાસે બની હતી.

Mumbai Mumbai cop dies after his throat gets slit by kite string

Mumbai Mumbai cop dies after his throat gets slit by kite string

News Continuous Bureau | Mumbai

Mumbai : મુંબઈ ( Mumbai ) માં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ફરજ બજાવીને ટુ-વ્હીલર ( Two-wheeler ) પર ઘરે પરત ફરી રહેલા એક પોલીસકર્મીનું ( policeman ) માંજાથી ગળું કપાઈ જતાં મોત થયું છે. આ ઘટના રવિવારે મુંબઈના વર્લીના ( Worli ) વાકોલા બ્રિજ ( Vakola Bridge ) પર બની હતી. આ મામલે ખેરવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Join Our WhatsApp Community

પોલીસકર્મીને ગળામાં પતંગની દોરી ( kite string ) આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મૃતક પોલીસકર્મી વર્લી ( Worli ) માં બીડીડી ચાલીમાં રહે છે. તે દિંડોશી પોલીસ સ્ટેશનમાં બીટ માર્શલ તરીકે કામ કરતા હતા. મૃતક પોલીસકર્મી રવિવારે બપોરે કામ પતાવીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. જ્યારે તેઓ વાકોલા પૂલ પર પહોંચ્યા, ત્યારે અચાનક તેમના ગળામાં પતંગની દોરી આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે એક રાહદારીને જાણ થતાં ખેરવાડી પોલીસને જાણ કરી હતી. પોલીસ તુરંત ઘટનાસ્થળે આવી હતી. ગંભીર રીતે ઘાયલ પોલીસકર્મીને પોલીસે સાયન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

આ સમાચાર પણ વાંચો :  Electric Vehicles : સસ્તા થશે ઇલેક્ટ્રિક વાહનો?, સંસદીય સમિતિએ ઈ.વીને લઈને મોદી સરકારને કરી આ ભલામણ..

વર્લી BDD ચાલીમાં ( BDD Chawl ) શોક

પોલીસે પોલીસકર્મીની ઓળખ તેના ખિસ્સામાં રહેલા ઓળખ પત્ર દ્વારા કરી હતી. આ અંગે દિંડોશી પોલીસ અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. દરમિયાન તેમના અવસાનથી વર્લી BDD ચાલીમાં શોક છવાઈ ગયો છે. દરમિયાન આ ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Thane Crime: થાણેમાં ક્રૂરતાની હદ: સગીર પ્રેમીએ ઝઘડામાં પ્રેમિકાને સળગાવી, યુવતીની હાલત નાજુક.
Danish Chikna: દાઉદનો સાથી પકડાયો! NCB એ ગેંગસ્ટર ની ગોવાથી કરી ધરપકડ, મુંબઈમાં મોટી કાર્યવાહી.
Exit mobile version