News Continuous Bureau | Mumbai
Mumbai: ભારતીય મહેસૂલ સેવા ( Indian Revenue Service ) અધિકારી સમીર વાનખેડેના ( Sameer Wankhede ) પિતા નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ જ્ઞાનદેવ વાનખેડે ( Gyandev Wankhede ) રવિવારે ઓનલાઈન ડ્રાયફ્રૂટ્સ ( Dry Fruits ) ખરીદવાનો ( Online Purchase ) પ્રયાસ કરતી વખતે સાયબર છેતરપિંડીના ( cyber fraud ) શિકાર બન્યા હતા અને ₹31,019 ગુમાવ્યા હતા.
રવિવારે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ( Oshiwara Police Station ) દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર, અંધેરી વેસ્ટમાં રહેતા 70 વર્ષીય જ્ઞાનદેવ વાનખેડે 23 ઓક્ટોબરે ફેસબુક પર એક ડ્રાયફ્રૂટ્સની જાહેરાત ( dry fruits Advertising ) જોઈ હતી અને જાહેરાત દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો જાહેરાતમાં વિક્રેતા અજીત બોરાનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો અને તેનું સરનામું તુર્ભે તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
જ્ઞાનદેવ વાનખેડેએ ₹2000ની બદામ, અંજીર અને અખરોટનો ઓર્ડર આપ્યો હતો. કલાકો પછી, ફરિયાદીને બીજા નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં વાનખેડેને જણાવ્યું હતું કે તેનું પાર્સલ તૈયાર છે પરંતુ GSTને કારણે બ્લોક કરવામાં આવ્યું છે, જેના કારણે ડિલિવરી માટે વધુ સમય લાગશે.
પોલિસે તપાસ હાથ ધરી છે….
થોડીવાર રાહ જોયા પછી, જ્ઞાનદેવ વાનખેડેએ બોરાનો સંપર્ક કર્યો અને ઓર્ડર રદ કર્યો હતો અને તેના પૈસા પરત કરવાની વિનંતી કરી હતી. બોરાએ જ્ઞાનદેવ વાનખેડેને Google Pay પર કોડ સબમિટ કરવાનું કહ્યું હતું અને ત્રણ અલગ-અલગ કોડ આપ્યા હતા. ફરિયાદીએ આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કર્યું હતું. જેના બાદ તરત જ મોબાઈલ પર મેસેજ પ્રાપ્ત થયો હતો કે તમારા બેંક ખાતામાંથી ₹22,000 અને ₹4,999 ડેબિટ કરવામાં આવ્યા છે. આ બાદ પણ ફરિયાદીને આવી વધુ સૂચનાઓ મળી હતી.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજતા, જ્ઞાનદેવ વાનખેડેએ બોરા સામે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66(d) સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 419 (છેતરપિંડી), અને 420 (છેતરપિંડી અને અપ્રમાણિકતા) હેઠળ કેસ દાખલ કર્યો હતો. જેમાં પોલિસે તપાસ હાથ ધરી છે..