ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
દેશમાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. મુંબઈમાં વેક્સિનની અછત સર્જાતાં મુંબઈ મહાનગરપાલિકાએ વેક્સિનના ૧ કરોડ ડોઝ માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે. આગામી આઠ દિવસમાં આ ટેન્ડર ફાઇનલ થઈ જશે. બીએમસીને ધારણા છે કે તેને ફાઇઝર, જ્હોન્સન એન્ડ જ્હોન્સન, સ્પુટનિક અને મોડર્ના જેવી કંપનીઓ પાસેથી ડોઝ મળશે. આ ચારેય વિદેશી કંપનીઓ છે. તેમાંથી જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનનો માત્ર એક જ ડોઝ લેવો પડે છે.
બીએમસીએ મુંબઈમાં દરરોજ એક લાખ ડોઝ આપવા માટે રસીકરણ કેન્દ્રો, માનવીય બળ અને જરૂરી મશીનરી સ્થાપિત કરી છે. જોકેઅપૂરતા ડોઝને લીધે રસીકરણ ધીમું થયું છે. ખાનગી કેન્દ્રોમાં રસીકરણ બંધ છે. તેથી અછત દૂર કરવા અને મહત્તમ માત્રા ઉપલબ્ધ કરાવવા માટે આ વૈશ્વિક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે બે દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું. તદનુસાર, પાલિકાએ એક કરોડ ડોઝ માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે.
આસારામ બાપુ બાદ ગુરમીત રામ રહીમની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
ઉલ્લેખનીય છે કે પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ ગઈકાલે જાહેરાત કરી હતી કે જો વિદેશથી મુંબઈમાં રસી લેવામાં આવે તો ત્રણ અઠવાડિયાંમાં મુંબઈગરાને રસી આપવામાં આવશે. આ ઉપરાંત ડોઝ માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડવું જોઈએ, તેવી સૂચના પાલિકાના વહીવટીતંત્રને પણ આપવામાં આવી હતી.