ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ તરફથી રસીકરણ માટે ઓછો પ્રતિસાદ મળ્યો હોવાથી બીએમસીએ મહિલાઓ માટે ખાસ રસીકરણ અભિયાનનું આયોજન કર્યું છે.
આ અભિયાન હેઠળ, તમામ સરકારી અને મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્રો પર આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ સવારે 10.30 થી સાંજે 6.30 સુધી મહિલાઓ માટે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આમાં, મહિલાઓ સીધા રસીકરણ કેન્દ્રમાં જઈ કોરોના રસી લઈ શકશે. જોકે આ ખાસ અભિયાનને કારણે આવતીકાલ માટે ઓનલાઈન પ્રી-રજીસ્ટ્રેશન બંધ રહેશે.
મુંબઈમાં અત્યાર સુધી 47,13,523 મહિલાઓ અને 63,07,471 પુરુષોને રસી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.
MeeToo ચળવળ ચીનમાં અસફળ રહી, જે સ્ત્રીએ આરોપો મૂક્યા હતા તે જ દંડાઈ; જાણો વિગત