News Continuous Bureau | Mumbai
Mumbai News : BMC મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ શહેરની હોસ્પિટલોને ( hospitals ) સાફ રાખવા માટે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે હોસ્પિટલમાં માર્શલ લોકો પાસે દંડ વસૂલશે.
Mumbai News : BMC મુંબઈવાસીઓની ફરિયાદ છે કે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલો ગંદી રહે છે.
મુંબઈ મહાનગરપાલિકાએ હવે આ ફરિયાદને દૂર કરવા માટે મોટું પગલું લીધું છે. મુંબઈ શહેરની છ હોસ્પિટલ એટલે કે નાયર, કેઇએમ, રાજાવાડી, કુપર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં ક્લીન અપ માર્શલ ( Clean up Marshals ) તૈનાત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૦૫ મે ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
Mumbai News : BMC મુંબઈ શહેરમાં એપ્રિલ મહિનાથી ક્લીનઅપ માર્શલ કામ કરી રહ્યા છે.
મુંબઈ શહેરમાં એક સમયે સફાઈ ની ( Cleanliness ) પૂરેપૂરી જવાબદારી ક્લિનિક માર્શલના માટે હતી. જોકે પછી ફરિયાદ આવી હતી કે આ માર્શલ દ્વારા તોડપાણી કરવામાં આવે છે. જેને કારણે મુંબઈ મહાનગર પાલિકાએ આ સંપૂર્ણ યોજના બંધ કરવી પડી હતી. હવે મુંબઈ મહાનગરપાલિકાએ સુધારિત કાયદા મુજબ ગંદકી ફેલાવવા માટે માર્શલ પાસેથી વધુમાં વધુ 200 રૂપિયા દંડ વસૂલ કરવાનો આદેશ આપ્યો છે. આ મુજબ હવે માર્શલ કામ કરશે.