150
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Mumbai News: મંગળવારે મલાડ ( Malad ) પશ્ચિમ ખાતે આવેલા ગિરનાર ગેલેક્સી બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. આ ઈમારત અંકલ કિચન પાસે સુંદર ગલીમાં આવેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર રૂમમાં આગ લાગી હતી જે આગ ફેલાઈ ગઈ હતી. આગ ( Fire ) લાગવાને કારણે ઇમારતમાં ( girnar galaxy building ) રહેલા આઠ લોકોને ઈજા પહોંચી હતી. આ તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ જે ગંભીર રીતે ઘાયલ છે તેમને શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉનાળાના સમયગાળા દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ( BMC ) લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. મલાડ ખાતે આગ લાગવાથી વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Salman Khan: મુખ્યમંત્રી એકનાથ શિંદે ને મળ્યા સલમાન ખાન. બિશ્નોઈ સંદર્ભે આ વાત થઈ. જુઓ વિડિયો.
You Might Be Interested In