News Continuous Bureau | Mumbai
Mumbai News: મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) ના કર્મચારીઓ પ્રત્યેક દુકાન પર જઈ રહ્યા છે અને દુકાનની ( Mumbai Shops ) બહાર કઈ ભાષામાં પાટિયું લગાડવામાં આવ્યું છે તેની ચકાસણી થઈ રહી છે. મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓએ અત્યાર સુધી 95000 દુકાનોની વિઝીટ કરી છે જેમાંથી લગભગ 3,300 લોકોને દંડિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકો પાસેથી દંડ પેટે દોઢ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
Mumbai News: મુંબઈ મહાનગરપાલિકા આ કાર્યવાહી શા માટે કરી રહી છે?
મુંબઈ મહાનગરપાલિકાને સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૫ નવેમ્બર 2023 ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે મુંબઈ શહેરમાં તેમજ સમગ્ર રાજ્યમાં જેટલા દુકાનદારો ( Mumbai shopkeepers ) છે તે તમામ દુકાનદારોની દુકાનની બહાર મરાઠી ભાષામાં ( Marathi Board ) પાટિયા મુકવામાં આવે. આ આદેશના અમલ માટે સરકારે અલગ અલગ વિભાગોને આદેશ આપી દીધા હતા. જોકે ઘણા લાંબા સમય સુધી આ કાયદાના અમલ માટે કોઈ પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે હવે મુંબઈ મહાનગરપાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે
આ સમાચાર પણ વાંચો : Bangladesh Crisis : મીલેટરીએ એવું શું કર્યું કે શેખ હસીનાને દેશ છોડવો પડ્યો? inside story અહીંયા છે.