News Continuous Bureau | Mumbai
Mumbai news : આજે ફરી એકવાર મુંબઈમાં મંત્રાલય બિલ્ડીંગના ઉપરના માળેથી કૂદી પડવાની ઘટના સામે આવી છે. મળતી માહિટી મુજબ આજે બપોરે એક વ્યક્તિએ કથિત રીતે મંત્રાલય બિલ્ડિંગમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મંત્રાલયમાં લગાવવામાં આવેલી સેફ્ટી નેટને કારણે તેનો જીવ બચી ગયો હતો. હાલ મુંબઈ પોલીસે વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે.
Mumbai news મંત્રાલય બિલ્ડિંગના ઉપરના માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરે એક વ્યક્તિએ કથિત રીતે મંત્રાલય બિલ્ડિંગના ઉપરના માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયોમાં, વ્યક્તિ મંત્રાલયની ઇમારતની જાળી પર તેના હાથમાં કેટલાક દસ્તાવેજો પકડીને જોવા મળે છે. બાદમાં કેટલાક પોલીસકર્મીઓ તેને સુરક્ષા જાળમાંથી હટાવીને પોલીસ સ્ટેશન લઈ જાય છે.
Mumbai news જુઓ વિડીયો
#WATCH | Man jumps from the upper floor of the Mantralaya (the administrative headquarters of Maharashtra govt in Mumbai), lands in safety net installed in the building; police reached the spot to rescue the man. Further details awaited
(Visuals confirmed by police) pic.twitter.com/MIhZiDH4hY
— ANI (@ANI) June 6, 2024
Mumbai news આ કારણે નથી અપ્રિય ઘટના બની
કહેવામાં આવી રહ્યું છે કે આરોપી વ્યક્તિ કોઈ વાતને લઈને નારાજ હતો. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ મંત્રાલયની ઈમારત પરથી કૂદકો માર્યો હતો. તે બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી સેફ્ટી નેટ પર પડ્યો હતો, જેથી કોઈ અપ્રિય ઘટના બની ન હતી અને તે સુરક્ષિત છે. વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Kangana Ranaut Slapped: પંગા કવીન કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF એ ગાર્ડે માર્યો લાફો; જુઓ વિડીયો..
મહત્વનું છે કે દક્ષિણ મુંબઈમાં સ્થિત મંત્રાલય, ભવન મહારાષ્ટ્ર સરકારનું મુખ્યાલય છે. અગમચેતીના ભાગરૂપે, આત્મહત્યાના પ્રયાસોને રોકવા માટે મંત્રાલયની ઇમારતમાં સુરક્ષા જાળીઓ લગાવવામાં આવી છે. થોડા વર્ષો પહેલા એક વ્યક્તિએ આત્મહત્યા કર્યા પછી બિલ્ડિંગની લોબીની બહાર નાયલોન સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)