News Continuous Bureau | Mumbai
Mumbai News : સાયન રેલવે સ્ટેશન (Sion Railway Station) ને અડીને આવેલા 110 વર્ષ જૂના બ્રિટિશ યુગના રેલવે બ્રિજ (Railway Bridge) પર ટૂંક સમયમાં હથોડો પડશે. વાહનો માટે 1912માં બનેલો આ પુલ જર્જરિત થઇ ગયો છે. આ પુલ પરથી દરરોજ દોઢ લાખથી વધુ વાહનો પસાર થાય છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તેમજ સેન્ટ્રલ રેલવે (Central Railway) ની પાંચમી અને છઠ્ઠી લાઇનને ( rail lines ) બ્રિજની નીચેથી પસાર કરવા માટે જગ્યા બનાવવા માટે ઉપરોક્ત બ્રિજને તોડીને નવો બ્રિજ ( new bridge ) બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે તેના માટે 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી હતી કે, બાંદ્રા-કુર્લા સંકુલ (BKC), કુર્લા એલબીએસ માર્ગ (LBS Road), ધારાવી (Dharavi) અને સાયન ને જોડતા સાયન સ્ટેશનની સીએસએમટી દિશામાં ફ્લાયઓવર ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે સાયન બ્રિજ બંધ કરતા પહેલા અહીંથી ટ્રાફિક કેવી રીતે ડાયવર્ટ કરવો, રેલવેએ બ્રિજ હટાવવા માટે મેગા બ્લોક લેવો પડશે. તેના આયોજન માટે અનંત ચતુર્દશી પછી મધ્ય રેલવે અને ટ્રાફિક પોલીસ વિભાગની બેઠક યોજાશે. આ સંયુક્ત બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : WhatsApp Ends Support : 24 ઓક્ટોબર પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરી લો ફોનનુ લિસ્ટ..
આવો હશે નવો બ્રિજ
હાલનો પુલ લગભગ 35 મીટર પહોળો છે અને તેની નીચે બે થાંભલા છે. તેની એક તરફ ધીમી ટ્રેન માટે બે ટ્રેક અને બીજી બાજુ ઝડપી ટ્રેનો માટે બે ટ્રેક છે. રેલવે અહીં વધુ બે ટ્રેક નાખવાનું આયોજન કરી રહી હોવાથી નવા બ્રિજની લંબાઈ લગભગ 51 મીટર હશે, જ્યારે રેલવે ટ્રકથી બ્રિજની ઊંચાઈ લગભગ 5.4 મીટર રાખવામાં આવશે. તેથી, ભવિષ્યમાં ટ્રેકની ઊંચાઈ વધારવાનું શક્ય બનશે.