News Continuous Bureau | Mumbai
Mumbai: મધ્ય અને પશ્ચિમ રેલવે (Central And Western Railway) દ્વારા ટિકીટ વગર મુસાફરી કરતાં મુસાફરો સામે ટીકીટ ચેકીંગ (Ticket Checking) ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ભીડ હોય એ સમયે રેલવે સ્ટેશન પર એક જ સમયે સેકડો ટિકીટચેકર (TTE) ની નિમણૂંક કરી ટિકિટ વગર મુસાફરી કરી રહેલ મુસાફરોને પકડવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે. ત્યારે હવે મધ્ય રેલવે પર ટિકીટ ચેકીંગમાં નારી શક્તી એટલે કે તેજસ્વિની ટીમે (Tejswini Team) પણ મહત્ત્વની ભાગીદારી નોંધાવી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) માં તેજસ્વીની ટીમે ટિકીટ વગર મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી એક જ દિવસમાં લગભગ બે લાખ રુપિયાનો દંડ વસૂલ કર્યો છે.
રેલવેના વાણિજ્ય વિભાગ દ્વારા આ ટિકીટ ચેકર ટીમની નિમણૂંક કરવામાં આવી છે. મહિલા ડબ્બામાં સહજ રીતે ટિકીટ ચેક કરી શકાય તે માટે મહિલા રેલવે કર્મચારીવાળી તેજસ્વિની ટીમની સ્થાપના કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના નિવૃત્ત પોલીસ અધિકારીને ઓનલાઈન ડ્રાયફ્રુટ ખરીદવા પડ્યા મોંધા, બન્યા સાયબર ફ્રોડનો શિકાર.. જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં..
ટિકીટ વગર મુસાફરી કરી રહેલ મુસાફરો પાસેથી 1 લાખ 88 હજાર 605 રુપિયાનો દંડ વસૂલાયો..
નવરાત્રી (Navratri) ની નવમી એટલે કે સોમવારે તેજસ્વિની ટીમના 47 ટિકીટ ચેકર અને 11 રેલવે સુરક્ષા દળ (RPF)ના કર્મચારીઓએ CSMT રેલવે સ્ટેશન પર ટીકિટ ચેકીંગ હાથ ધરી હતી. એક જ સમયે ઘણાં બધા ટીસી હોવાને કારણે મુસાફરો થોડી વાર માટે ગભરાઇ ગયા હતાં. ટીકિટ ચેકીંગના અંતે 730 મુસાફરો પર કાર્યવાહી થઇ હતી. ટિકીટ વગર મુસાફરી કરી રહેલ મુસાફરો પાસેથી 1 લાખ 88 હજાર 605 રુપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
દરેક રેલવે સ્ટેશન પર મર્યાદિત ટીસી હોવાને કારણે ટિકીટ વગર મુસાફરી કરી રહેલ મુસાફરો પર અપેક્ષિત કાર્યવાહી થઇ શકતી નથી. જોકે એક જ સમયે એક જ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ટીસી હોવાથી તેનું પરિણામ સારું મળે છે એ દેખાઇ રહ્યું છે. ટિકીટ વગર મુસાફરી કરી રહેલાં લોકો માટે આવા સમયે ભાગી છૂટવું શક્ય બનતું નથી.
સ્ટેશનના પ્રવેશ દ્વાર, ફર્સ્ટ ક્લાસ, મહિલા ડબ્બા સામે તથા લોકલના સેન્ટરના ડબ્બા પાસે ટીસીની નિમણૂંક કરતાં ટિકીટ વગર મુસાફરી કરી રહેલા મુસાફરોને પકડવા શક્ય બને છે. તેથી એક જ સમયે મોટી સંખ્યામાં ટીસીની નિમણૂંક કરી તપાસ હાથ ધરવામાં આવે છે એવો ખૂલાસો રેલવેના ઉચ્ચ અધિકારીએ કર્યો હતો.