News Continuous Bureau | Mumbai
Mumbai North East Lok Sabha Election 2024 Result: આ વખતે મહારાષ્ટ્રમાં મુંબઈ નોર્થ ઈસ્ટ લોકસભા સીટ પર ભાજપનો પરાજય થયો છે. અહીં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના (યુબીટી)ના ઉમેદવાર સંજય દિના પાટીલ 29861 મતોથી જીતી ગયા છે. અત્યાર સુધીની ગણતરીમાં તેમને 4,50,937 વોટ મળ્યા છે. આ સીટ પર તેમનો સીધો મુકાબલો ભાજપના મિહિર કોટેચા સાથે છે, જેમને અત્યાર સુધીમાં 4,17,965 વોટ મળ્યા છે. મહત્વનું છે કે અહીં આ સીટ પર મીહિત કોટેચાની જીત પાકી હતી પરંતુ દલિત, મુસ્લિમ અને મરાઠી એક થઈ જતા તેમને કારમી હાર મળી છે.

| S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes |
|---|---|---|---|---|---|---|
| 1 | SANJAY DINA PATIL | Shiv Sena (Uddhav Balasaheb Thackrey) | 448604 | 2333 | 450937 | 48.67 |
| 2 | MIHIR CHANDRAKANT KOTECHA | Bharatiya Janata Party | 419589 | 1487 | 421076 | 45.45 |
| 3 | DAULAT KADAR KHAN | Vanchit Bahujan Aaghadi | 14571 | 86 | 14657 | 1.58 |
| 4 | NANDESH VITHAL UMAP | Bahujan Samaj Party | 8217 | 101 | 8318 | 0.9 |
ઉલ્લેખનીય છે આ છે કેઆ લોકસભા બેઠક પર પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થયું હતું અને કુલ 56.37 ટકા મતદાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો: Mumbai North Seat Result 2024: મુંબઈમાં ભાજપ અને શિંદેનો કરુણ રકાસ… ખાલી એક સીટ જીત્યા