News Continuous Bureau | Mumbai
Mumbai North West Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024ની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને 293 બેઠકો સાથે બહુમતી મળી હતી. જ્યારે INDI એલાયન્સને 232 બેઠકો મળી છે. એવી ઘણી બેઠકો છે જેના પર ખૂબ જ કઠિન સ્પર્ધા જોવા હતી. આવી જ એક સીટ મુંબઈ નોર્થ વેસ્ટ છે જ્યાં જીત કે હાર ફેંસલો માત્ર 48 મતથી થયો હતો.
Mumbai North West Lok Sabha Election Result 2024 : ફરીથી મતગણતરીમાં 48 મતોથી જીત્યા..
વાસ્તવમાં શિવસેનાના ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર એક મતથી જીત્યા. આ બાદ શિવસેના શિંદે જૂથના રવીન્દ્ર વાયકરે ફરીથી મતગણતરી કરવાની માંગ કરી હતી. આ પછી વાઈકરે જીત નોંધાવી.
Mumbai North West Lok Sabha Election Result 2024 : અમોલ કીર્તિકરના પિતા ગજાનન કીર્તિકર શિંદે જૂથમાં
જણાવી દઈએ કે રવીન્દ્ર વાયકર 48 મતોથી જીત્યા.. રસપ્રદ વાત એ છે કે અમોલ કીર્તિકરના પિતા ગજાનન કીર્તિકર શિંદે જૂથમાં છે.