Site icon

Mumbai North West Lok Sabha: પિક્ચર હજુ બાકી છે… અમોલ કીર્તિકરે રવિન્દ્ર વાયકરની જીત સામે ઉઠાવ્યો વાંધો; ચૂંટણી નિર્ણય અધિકારી પાસે કરી આ માંગ…

Mumbai North West Lok Sabha: મહારાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટ પરનો મુકાબલો ખૂબ જ રસપ્રદ હતો. હરીફાઈ એટલી રસપ્રદ હતી કે મતગણતરી દરમિયાન બંને ઉમેદવારો વચ્ચે માત્ર એક જ મતનો તફાવત હતો. આ લોકસભા બેઠક પર શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઉમેદવાર અમોલ કીર્તિકર શિવસેના (શિંદે જૂથ)ના નેતા રવિન્દ્ર વાયકર સામે લડી રહ્યા હતા.

Mumbai North West Lok Sabha North West witnesses neck-to-neck battle between Kirtikar & Waikar

Mumbai North West Lok Sabha North West witnesses neck-to-neck battle between Kirtikar & Waikar

 News Continuous Bureau | Mumbai

 Mumbai North West Lok Sabha: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથની શિવસેનાએ લોકસભા ચૂંટણીમાં અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જોરદાર પ્રદર્શન કરીને 9 બેઠકો જીતી છે. મુંબઈમાં પણ ઠાકરેની શિવસેનાએ ત્રણ બેઠકો જીતીને પોતાની તાકાત બતાવી હતી. અને ચોથી બેઠક માત્ર 48 મતોથી હારી હતી. જો કે પક્ષના ઉમેદવાર અમોલ કીર્તિકરને પણ આ પરિણામ અંગે શંકા છે અને તેઓ આ પરિણામને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

Mumbai North West Lok Sabha:  મતગણતરી પ્રક્રિયા રોમાંચક બની 

મહત્વનું છે કે ગજાનન કીર્તિકરના પુત્ર અમોલ કીર્તિકરે મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમનો મુકાબલો  રવીન્દ્ર વાયકર સામે હતો, જે ચૂંટણી પહેલા શિંદે જૂથમાં જોડાયા હતા. મત ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ અમોલ કીર્તિકર અને વાયકર વચ્ચે કાંટા ની ટક્કર જોવા મળી હતી. આ ક્ષેત્રની મતગણતરી પ્રક્રિયા આઈપીએલ મેચ કરતાં વધુ રોમાંચક હતી. મતગણતરી બાદ, પહેલા અમોલ કીર્તિકરને લગભગ 685 મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ રવિન્દ્ર વાયકરે કીર્તિકરની જીત સામે વાંધો ઉઠાવ્યો હતો અને પુન: ગણતરીની માંગ કરી હતી.

Mumbai North West Lok Sabha:  રી-કાઉન્ટિંગ બાદ  રવિન્દ્ર વાયકર વિજેતા જાહેર 

 શરૂઆતમાં, તેમની માંગને અધિકારીઓ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. પરંતુ તેઓ મક્કમ રહેતાં ફરીથી મતોની ગણતરી કરવી પડી હતી. આ મતગણતરી દરમિયાન કેટલાક પોસ્ટલ વોટ નામંજૂર કરવામાં આવ્યા.  અમોલ કિર્તિકરે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ અધિકારીઓએ વાંધો નકારી કાઢ્યો અને રવિન્દ્ર  વાયકરને 48 મતથી વિજેતા જાહેર કર્યા.

આ સમાચાર પણ વાંચો: Powai Stone Pelting: મુંબઈના આ વિસ્તારમાં અતિક્રમણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હુમલો ; સ્થાનિકોએ કર્યો પથ્થરમારો; જુઓ વિડીયો.

Mumbai North West Lok Sabha: અમોલ કીર્તિકરે  ઉઠાવ્યો વાંધો  

જોકે અમોલ કીર્તિકરે ચુકાદા સામે પોતાનો વાંધો યથાવત રાખ્યો છે. તેમનું કહેવું છે કે કેટલાક મતોની ગણતરી થઈ નથી. ઈવીએમની ગણતરી મુજબ વાયકર અને કીર્તિકર વચ્ચે 600 મતનો તફાવત છે. કીર્તિકર ખુલાસો માંગે છે. તેના માટે તેઓ સમગ્ર પ્રક્રિયાના વીડિયો ફૂટેજ ઈચ્છે છે. તેમણે ચૂંટણી પંચ અને સંબંધિત અધિકારીઓ સમક્ષ આવી માંગણી કરી છે. આ ફૂટેજ જોયા બાદ તેઓ કોર્ટમાં જરૂરી અરજી કરવાના છે.

 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version