281
Join Our WhatsApp Channel
મુંબઈમાં માલવણી બાદ હવે દહિસર (પૂર્વ) ના શિવાજી નગરમાં આવેલા લોખંડી ચાવલ ખાતે ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ છે.
આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફાયર વિભાગના કર્મચારીઓ અને અન્ય એજન્સીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ અને શોધ કામગીરી શરૂ કરી હતી.
નાગરિક સંસ્થાના અધિકારીઓના જણાવ્યાનુસાર, ભંગાણના વાસ્તવિક કારણોની તપાસ કરવાની જરૂર છે. જોકે ચાલુ વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની સંભાવના છે.
ભાગેડુ મેહુલ ચોક્સીને લાગ્યો મોટો ફટકો, ડોમિનિકા સરકારે કરી આ મોટી કાર્યવાહી ; જાણો વિગતે
You Might Be Interested In