મુંબઈમાં 15થી 18 વર્ષના ટીનેજર્સમાં રસીકરણના કાર્યક્રમને મોળો પ્રતિસાદ, શહેરમાં ફક્ત આટલા ટકા બાળકોએ લીધી કોરોનાની રસી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

સોમવાર.

મુંબઈમાં 15થી 18 વર્ષના ટીનેજર્સમાં રસીકરણના કાર્યક્રમને તદ્દન મોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ વયજૂથના 9.20 લાખ ટીનેજર્સમાંથી માત્ર 16 ટકાએ જ અત્યાર સુધીમાં ડોઝ લીધો છે.

આ પાછળનું કારણ એ છે કે કૉર્પોરેશન 400 જેટલાં રસીકરણ કેન્દ્રોના સ્થાને ફક્ત નવ જમ્બો કોવિડ કૅર હોસ્પિટલનો જ ઉપયોગ કરી રહ્યું છે.

નવી મુંબઈ કૉર્પોરેશન હદમાં 27,823 પૈકીનાં 90 ટકા યોગ્યતા ધરાવતાં બાળકોએ રસીનો ડોઝ લીધો છે. 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં શનિવાર સુધીમાં યોગ્યતા ધરાવનાર 60.6 લાખમાંથી 41 ટકા બાળકોએ રસી લીધી હતી.

મુંબઈમાં હાલ લગ્નની નોંધણી થઈ શકશે નહીં, BMCએ આ કારણે લગાવી રોક; જાણો વિગતે 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment