185
Join Our WhatsApp Community
મુંબઈ પોલીસ દળમાં 8 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા સબ-ઇન્સ્પેક્ટરથી લઈને સિનિયર ઇન્સ્પેક્ટર સુધી વિવિધ રેન્કના 727 પોલીસ જવાનોની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે સોમવારે આવા કર્મચારીઓની સૂચિ સાથે નોટિસ ફટકારી છે, જેમાં 89 વરિષ્ઠ પોલીસ નિરીક્ષકો, 253 નિરીક્ષકો, 375 સહાયક પોલીસ નિરીક્ષકો અને 10 સબ ઇન્સ્પેક્ટર છે.
જોકે, આ તમામ કર્મચારીઓને એક જ સમયે મુંબઇની બહાર ખસેડવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે તાજેતરમાં જ 85 અધિકારીઓની અન્ય એકમોમાં બદલી કરી હતી, જેમાં ક્રાઇમ બ્રાંચના 65 અધિકારીઓનો સમાવેશ થાય છે.
You Might Be Interested In