News Continuous Bureau | Mumbai
Mumbai : દક્ષિણ મુંબઇનાં ગાવદેવી-તાડદેવ વિસ્તારમાં આવેલી ૧૦૦ વર્ષ જુની ચાલીઓ અને ઇમારતોના પુન:વિકાસ અને પરિવહન વ્યવસ્થા સુચારૂ કરવા માટે સ્થાનિક નાગરિકોએ કરેલા પ્રયાસો હવે સફળ થવાના સંકેત મળી રહ્યા છે. આ માટે સાનેગુ્રુજી રોડને રી-એલાઇન કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. આ મુદ્દે સ્થાનિક વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢાએ કરેલા અથાગ પ્રયાસો બાદ હવે આગામી ચોમાસા પહેલા મહાપાલિકા ( BMC ) નક્કર પગલાં લે એવા સંકેત મળી રહ્યા છે.
મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આ અંગે સતત પ્રયાસ કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ પાંચ થી છ વર્ષ પહેલાં, ગાવદેવી-તાડદેવ રોડ વાઈડનિંગ એસોસિએશને કેબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાને મળીને રસ્તા પહોળા કરવાની પ્રક્રિયાને કારણે ઊભી થતી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. આ સંસ્થા દ્વારા નાગરિકોએ માંગ ઉઠાવી હતી કે તાડદેવથી સાનેગુરુજી રોડને રી-એલાઈન કરવામાં આવે જેથી આ વિસ્તારમાં આવેલી ૧૦૦ વર્ષ જૂની ચાલી અને અન્ય ઈમારતોનો પુનઃવિકાસ પણ થઈ શકે. મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આ અંગે સતત પ્રયાસ પણ કર્યા હતા. તે પછી, મુંબઇ મહાનગર પાલિકાએ થોડા મહિના પહેલા તાડદેવથી સાનેગુરુજી માર્ગને રી-એલાઇન કરવા માટે સંમતિ દર્શાવી હતી. અને સ્થાનિક નાગરિકોને અંગે કોઈ સૂચનો અથવા વાંધો હોય રજૂ કરવા જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Central Railway : મધ્ય રેલવે લોકલ સેવા ખોરવાઈ, આ સ્ટેશન વચ્ચે પેન્ટાગ્રાફ તૂટી ગયો; જુઓ વિડીયો..
રોડના રી-એલાઇનમેન્ટની ચર્ચા હવે અંતિમ તબક્કામાં
મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પાલિકાનાં અધિકારીઓને જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશને રી-એલાઇનની કામગીરીની નોંધ લેવી જોઈએ અને ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવું જોઈએ. તેઓ વરલીમાં મ્યુનિસિપલ ઑફિસમાં સ્થાનિક નાગરિકો સાથે આયોજિત બેઠકમાં બોલી રહ્યા હતા. જ્યાં પાલિકાનાં અધિકારીઓએ ખાતરી આપી હતી કે આ રોડના રી-એલાઇનમેન્ટની ચર્ચા હવે અંતિમ તબક્કામાં છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.