News Continuous Bureau | Mumbai
Mumbai Pawai: મુંબઈના પવઈ વસ્તારમાં એક ચકચાર જગાવનાર કિસ્સો બન્યો છે. જેમાં એશિયન હાર્ટ હોસ્પિટલના એક ૩૧ વર્ષીય મહિલા ડોક્ટર પર હુમલો થયો તેમજ તેની ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ મહિલા ડોક્ટર સવારે લગભગ ૫ વાગ્યે બાન્દ્રાના બીકેસી સ્થિત એશિયન હાર્ટ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા હતા. ફિલ્ટરપાડા નજીક પોતાની લાલ રંગની ઓડી ગાડી પાર્ક કર્યા બાદ તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે અબ્દુલ્લા ઝુબેર ખાન નામના શખ્સે તેમને ટેમ્પો સ્ટેન્ડ પાસે અચાનક રોક્યા.
આ સમાચાર પણ વાંચો :Mumbai Malvani Murder: મુબઈના મલાડ-માલવણી વિસ્તારમાં ચોંકાવનારો બનાવ, બહેનના પ્રેમીની હત્યા કરી ભાઈનું માલવણી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર
આરોપી ખાન, જે કથિત રીતે નશામાં હતો, તેના એક હાથમાં ૧.૫ ફૂટ લાંબી છરી અને બીજા હાથમાં ૩ ફૂટ લાંબો લોખંડનો સળિયો હતો. તેણે ડોક્ટર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતા ત્યાંથી ભાગીને પોતાના ઘરે પહોંચી અને બાદમાં પોતાની માતા અને ભાઈ સાથે પરત ફરી. ત્યાંસુધીમાં આરોપીએ શ્રીનાથ મેડિકલ નજીક પાર્ક કરેલી કારના કાચ તોડવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તેને રોકવાનો પ્રયાસ કરાયો, ત્યારે તેણે છરી બતાવી અને ભાગી ગયો.
મહિલા ડોક્ટરે ઔપચારિક ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ફિલ્ટરપાડા, પઠાણવાડીના રહેવાસી ખાન વિરુદ્ધ હુમલો કરવાનો પ્રયાસ અને તોડફોડ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.