News Continuous Bureau | Mumbai
Mumbai Police: કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને છેતરપિંડી કરવા બદલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની ( Special Public Prosecutor ) નિમણૂક માટે બનાવટી આદેશો જારી કરનારા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને ગૃહ વિભાગના નાયબ સચિવ સહિત પાંચ લોકો વિરુદ્ધ કોલાબા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટમાં ઉભા રહીને ગુનાના આરોપીઓના જામીનનો વિરોધ કરવા માટે નકલી નિમણૂકના આદેશો કરવામાં આવ્યા હતા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
FIR (પ્રથમ માહિતી અહેવાલ) માં ગૃહ વિભાગના તત્કાલિન ઉપસચિવ, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વકીલ શેખર જગતાપ અને બિલ્ડર સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે. જેમાં 2021માં, બિલ્ડરે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચના ( Crime Branch ) પોલીસ ઈન્સ્પેક્ટર અને એક વેપારી વિરુદ્ધ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં 15 કરોડ રૂપિયાની ખંડણી ( Extortion ) માંગવાનો આરોપ મુકીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તે બાદ આ કેસ સીઆઈડીને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં CIDએ વેપારી સહિત બે પોલીસ અધિકારીઓની ધરપકડ કરી હતી.
આરટીઆઈ અરજીમાં આ ઘટના પ્રકાશમાં આવી…
વાસ્તવમાં, તેમની ધરપકડ બાદ, જગતાપ 22 જુલાઈ, 2021ના રોજ ફરિયાદીના તરફથી ખાનગી વકીલ તરીકે કોર્ટમાં હાજર થયો હતો. કેસની બીજી સુનવણી દરમિયાન, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વકીલે કોર્ટ સમક્ષ એક પત્ર રજૂ કર્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ કેસમાં તેની નિમણૂક વિશેષ સરકારી વકીલ તરીકે કરવામાં આવી છે. જે બાદ સરકારી વકીલના વિરોધ બાદ સ્થાનિક કોર્ટ દ્વારા જ્યારે આરોપી વેપારીની જામીન અરજી રદ કરવામાં આવી. ત્યારે આરોપી વેપારીએ સેશન્સ કોર્ટમાં ( Sessions Court ) જામીન માટે અરજી કરી હતી, જ્યારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શેખર જગતાપે આરોપી વેપારીના જામીનનો વિરોધ કરતા સેશન્સ દ્વારા પણ જામીન રદ કરવામાં આવી હતી. તે બાદ આરોપી વેપારી દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યાં પણ વિશેષ સરકારી વકીલ શેખર જગતાપના વિરોધના કારણે જામીન રદ કરવામાં આવ્યા હતા. દરમિયાન, થોડા મહિનાઓ પછી, જ્યારે આરોપી વેપારી જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારે આરોપી રહી ચુકેલા વેપારીએ આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફોરમેશન) હેઠળ માહિતી માંગી હતી કે શું વકીલ શેખર જગતાપની સેશન્સ અને હાઈકોર્ટમાં વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી છે?
આ સમાચાર પણ વાંચો : RBI: Paytm બાદ હવે IIFL ફાઇનાન્સ પર RBIની મોટી કાર્યવાહી, નવી ગોલ્ડ લોન આપવા પર પ્રતિબંધ..
ગૃહ વિભાગે ઓગસ્ટ 2023માં તેના જવાબમાં જણાવ્યું હતું કે, ખાનગી વકીલ જગતાપને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના મરીન ડ્રાઈવ અને યુનિટ-9માં નોંધાયેલા બે ખંડણીના કેસ માટે વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને આ બે કેસમાં ક્વિલા કોર્ટમાં હાજરી મર્યાદિત હતી. પરંતુ તે સેશન્સ કોર્ટમાં હાજર થયો અને તેણે કોર્ટ અને સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો એવુ પ્રકાશમાં આવતા. આરોપી રહી ચૂકેલા વેપારી તે બાદ કોલાબા પોલીસ સ્ટેશનમાં શેખર જગતાપ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
દરમિયાન સેશન અને હાઈકોર્ટમાં આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ ગૃહ વિભાગના નાયબ સચિવને 29 જાન્યુઆરી 2024ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ વધુ પોલીસ તપાસમાં આ ઓર્ડર નકલી હોવાનું બહાર આવ્યા બાદ કોલાબા પોલીસે રવિવારે વેપારી અને વકીલ શેખર જગતાપનું નિવેદન નોંધ્યું હતું. જેમાં હાલ મરીન ડ્રાઇવ કેસમાં, હવે ગૃહ વિભાગના તત્કાલિન નાયબ સચિવ અને ફરિયાદી બિલ્ડર સહિત પાંચ લોકો સામે છેતરપિંડી અને નકલી દસ્તાવેજો તૈયાર કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.