ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
મુંબઈ શહેરમાં કોરોનાનો ડર દિવસેને દિવસે વધતો જાય છે. આ પરિસ્થિતિમાં મુંબઈ પોલીસના કર્મચારીઓ પણ તે ખતરાના દાયરામાં આવી જાય છે. આ પરિસ્થિતિથી રસ્તો કાઢવા મુંબઈ પોલીસના પ્રશાસન વિભાગે એક અનોખી યોજના ઘડી કાઢી છે.આ નવી યોજના મુજબ મુંબઇ પોલીસના તમામ કર્મચારીઓને ઉંમર પ્રમાણે એ,બી, સી અને ડી એમ ચાર શ્રેણીઓમાં વિભાજીત કરી નાખ્યા છે. તમામ પોલીસ કર્મચારીઓમાં થી ૫૦ ટકા પોલીસકર્મીઓ ઘરથી કામ કરશે તેમ જ મોબાઇલ ફોનથી ઉપલબ્ધ રહેશે. મુખ્યત્વે તેઓ પ્રશાસનિક કામ કરશે.
બીજી તરફ સવારે નવ વાગ્યાથી સાંજે ચાર તેમજ 11 વાગ્યાથી સાંજે 5 એમ બે શિફ્ટમાં પોલીસ કર્મીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવશે.
ગમે તે પરિસ્થિતિમાં ૫૦ ટકાથી વધુ પોલીસકર્મીઓને એક સાથે નહિ બોલાવાય.
આમ મુંબઈ પોલીસ પણ લોકોની સુરક્ષા સાથે પોતાની ફોર્સને સુરક્ષિત રાખીને આગળ વધવાના પ્રયાસ કરી રહી છે.