Site icon

 બોલો!! હવે મુંબઈ પોલીસ પણ વર્ક ફ્રોમ હોમ. પોલીસ પ્રશાસન અધિકારીઓએ નવી યોજના ઘડી કાઢી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 ફેબ્રુઆરી 2021

મુંબઈ શહેરમાં કોરોનાનો ડર દિવસેને દિવસે વધતો જાય છે. આ પરિસ્થિતિમાં મુંબઈ પોલીસના કર્મચારીઓ પણ તે ખતરાના દાયરામાં આવી જાય છે. આ પરિસ્થિતિથી રસ્તો કાઢવા મુંબઈ પોલીસના પ્રશાસન વિભાગે એક અનોખી યોજના ઘડી કાઢી છે.આ નવી યોજના મુજબ મુંબઇ પોલીસના તમામ કર્મચારીઓને ઉંમર પ્રમાણે એ,બી, સી અને ડી એમ ચાર શ્રેણીઓમાં વિભાજીત કરી નાખ્યા છે.  તમામ પોલીસ કર્મચારીઓમાં થી ૫૦ ટકા પોલીસકર્મીઓ ઘરથી કામ  કરશે તેમ જ મોબાઇલ ફોનથી ઉપલબ્ધ રહેશે. મુખ્યત્વે તેઓ પ્રશાસનિક કામ કરશે.

બીજી તરફ સવારે નવ વાગ્યાથી સાંજે ચાર તેમજ 11 વાગ્યાથી સાંજે 5 એમ બે શિફ્ટમાં પોલીસ કર્મીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવશે.

ગમે તે પરિસ્થિતિમાં ૫૦ ટકાથી વધુ પોલીસકર્મીઓને એક સાથે નહિ બોલાવાય.

આમ  મુંબઈ પોલીસ પણ લોકોની સુરક્ષા સાથે પોતાની ફોર્સને સુરક્ષિત રાખીને આગળ વધવાના પ્રયાસ કરી રહી છે.

Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Mumbai Airport Drugs Seizure: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૬૪ કરોડનું ‘હાઈડ્રોપોનિક વીડ’ જપ્ત, વિદેશી નાગરિક સહિત ૪ની ધરપકડ
Exit mobile version