News Continuous Bureau | Mumbai
Mumbai chain snatcher arrest મળતી માહિતી મુજબ, ૩૦ સપ્ટેમ્બરના રોજ દહિસર પૂર્વ વિસ્તારમાં એક સિનિયર સિટિઝન મહિલાની સોનાની ચેઇન લૂંટાઈ હતી. આરોપીની ઓળખ ગયાસુદ્દીન શેખ (ઉં.વ. ૨૮) તરીકે થઈ છે, જે ગુનો કર્યા બાદ તાત્કાલિક દાદર-ગુવાહાટી એક્સપ્રેસ પકડીને બિહાર ભાગી રહ્યો હતો. જોકે, દહિસર પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના ઝડપી સંકલનને કારણે બુરહાનપુર, મધ્ય પ્રદેશ પહોંચે તે પહેલાં જ તેની નાટકીય ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Police operation: મુંબઈ પોલીસનું અમરાવતીમાં ઓપરેશન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે લીંક બદ્દલ ૧૩ શંકાસ્પદોને તાબામાં લીધા
આરોપીને પકડવામાટે પોલીસે લગભગ ૫૦ સીસીટીવી ફૂટેજ ચકાસીને શેખની ઓળખ કરી હતી. આરોપી ઘરેથી ગાયબ હોવાથી પોલીસે સઘન તપાસ કરી. તેમજ આરોપી જલગાંવ અને ભૂસાવલ તરફ જતો હોવાનું જાણવા મળ્યું, જેનાથી તે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોવાની પુષ્ટિ થઈ. આરપીએફ અધિકારીઓએ આખરે બુરહાનપુર પહોંચતા પહેલા ટ્રેનના જનરલ કોચમાં આરોપીને શોધી કાઢ્યો અને તેને કસ્ટડીમાં લીધો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ૬ ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલાયો છે.