News Continuous Bureau | Mumbai
એમએનએસ(MNS )ના અધ્યક્ષ રાજ ઠાકરેએ(raj thackeray) મહારાષ્ટ્રની મસ્જિદો પરના ભૂંગળા(Loudspeaker Row) હટાવવા માટે રાજ્ય સરકારને 3 મે સુધી નું આપેલું અલ્ટીમેટમ મંગળવારે પૂરું થઈ રહ્યું છે. આ સમય મર્યાદા પૂરી થઈ ગયા પછી પણ એકે મસ્જિદ પરથી લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા નથી. તેથી રાજ ઠાકરેએ આપેલી ચેતવણી મુજબ MNS ના કાર્યકર્તાઓ આક્રમકતા થવાની શક્યતા છે. આ પૃષ્ઠભૂમિમાં, મુંબઈ પોલીસે(Mumbai police) મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે MNS અને કેટલાક હિંદુ કાર્યકરોને તાત્કાલિક મુંબઈ છોડી દેવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસ ડાયરેક્ટરેટ ઓફ જનરલ ઓફ પોલીસ રજનીશ શેઠે(DGP Rajneesh Sethe) રાજ ઠાકરેના ઔરંગાબાદના ભાષણ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. ઔરંગાબાદ પોલીસ કમિશનર ભાષણને લઈને યોગ્ય પગલાં લેશે એવું તેમણે કહ્યું હતું. આ દરમિયાન પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે પોલીસે રાજ્યમાં રિઝર્વ પોલીસ ફોર્સ ની(Reserve police force) સાત ટુકડી તેમ જ 30 ,000 હોમગાર્ડને(Home guard) તહેનાત કરી દીધા છે
મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા મુંબઈ પોલીસે MNS અને અન્ય ધાર્મિક સંગઠનોના કાર્યકરોને નોટિસ મોકલી છે. કેટલાક કાર્યકરો જાહેર શાંતિમાં ભંગ પાડવાની તૈયારી કરી રહ્યા હોવાની માહિતી મળતા જ પોલીસે તેમને 2 મેથી 17 મે સુધી મુંબઈમાં ન રહેવાની ચેતવણી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. 15 દિવસ માટે મુંબઈ છોડવાની નોટિસ આપવામાં આવી હોવાથી પક્ષના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી ગઈ હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : આખરે 12 વર્ષે ન્યાય મળ્યોઃ બોરીવલીના જૈન મંદિરમાં લૂંટ અને હત્યા કેસમાં ત્રણને આજીવન કેદની સજા.. જાણો વિગતે.
ઘાટકોપર પોલીસ દ્વારા આ સંદર્ભે આદેશ જારી કરવામાં આવ્યો હતો. તે મુજબ, પોલીસ દ્વારા જે MNS કાર્યકર્તાઓને નોટિસ મોકલવામાં આવી છે તેઓને મુંબઈમાં ફરવા અથવા રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇદના તહેવાર દરમિયાન મુંબઈ ની હદમાં ફરવું નહીં. કારણ કે તમે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકો છો, એવું આ નોટિસમાં કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન રાજ ઠાકરેએ આજે તેમના દાદરના શિવ તીર્થ નિવાસસ્થાને MNS નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ ઠાકરે કયો નવો નિર્ણય જાહેર કરશે તે જોવું રહ્યું. આ તમામ ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં, મુંબઈ પોલીસે રાજ ઠાકરેના નિવાસસ્થાન 'શિવ તીર્થ(Shivtirth) ની બહાર સુરક્ષા વધારી દીધી છે. અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વતી અક્ષય તૃતીયાને દિવસે યોગ્ય મુંબઈના મંદિરમાં મહાઆરતીનું આયોજન કર્યું હતું. જોકે બાદમાં ઈદ ને ધ્યાનમાં રાખીને મહા આરતી મોકૂફ રાખી હતી.