Site icon

મુંબઈમાં તહેવારોની ચમક ફિક્કી- દિવાળી પર ચાઈનીઝ કંદિલ ઉડાવવા પર પ્રતિબંધ- પોલીસે આ કારણે લીધો નિર્ણય

News Continuous Bureau | Mumbai

તહેવારો(Festivals)ની મોસમ દસ્તક દીધી છે. દશેરા(Dussehra) પતી ગયા બાદ હવે લોકોએ દિવાળી(Diwali) અને ધનતેરસ(Dhanteras)ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં, મુંબઈ પોલીસે(Mumbai Police) પોલીસ કમિશનરેટના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં પ્રવર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને 16 ઑક્ટોબરથી 14 નવેમ્બર સુધી ઉડતા કંદીલ (ફ્લાઈંગ લેન્ટર્ન્સ)(Flying Lanterns)ના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ (Ban) મૂકતી પ્રતિબંધક નોટિસ બહાર પાડી છે. એક અહેવાલના આધારે, મુંબઈ પોલીસે(Mumbai) કહ્યું કે આવા ઉડતા કંદીલ (ફ્લાઈંગ લેન્ટર્ન્સ) માનવ જીવન, તેમની સુરક્ષા અને જાહેર સંપત્તિને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

Join Our WhatsApp Community

પોલીસ દ્વારા જારી કરાયેલી નોટિસ(Notice)માં વધુમાં જણાવાયું છે કે મુંબઈ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આ ઉડતા કંદીલ (ફ્લાઈંગ લેન્ટર્ન્સ)ના ઉપયોગ, વેચાણ અને સંગ્રહની મંજૂરી આપવામાં આવશે નહીં. ડીસીપી સંજય લાટકરે (DCP Sanjay Latkare)આદેશમાં જણાવ્યું હતું કે આ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 188 હેઠળ સજા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : કરવા ચોથ પર પ્રેમિકાને કરાવી રહ્યો હતો શોપિંગ- પછી શું પત્નીએ જાહેરમાં ધોઈ નાખ્યો- જુઓ વાયરલ વિડીયો 

આ સાથે જ મુંબઈ પોલીસે શહેરમાં પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તેમને વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી મળી છે કે મુંબઈમાં શાંતિ અને જાહેર વ્યવસ્થા ભંગ થવાની શક્યતા છે. આ સિવાય માનવ જાન-માલને પણ નુકસાન થઈ શકે છે. પરિણામે, રમખાણો અને જાહેર નાણાકીય નુકસાન અથવા જાનહાનિને રોકવા માટે મુંબઈમાં પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈ પોલીસનો આ આદેશ 16 ઓક્ટોબર 2022થી 30 ઓક્ટોબર 2022 સુધી લાગુ રહેશે.

મુંબઈ પોલીસ કમિશનરેટ દ્વારા જારી કરવામાં આવેલી આ નોટિસ પોલીસ સ્ટેશનો, ડિવિઝનલ એસીપી, ઝોનલ ડીસીપી, શહેરની વોર્ડ ઑફિસના નોટિસ બોર્ડ પર અને તહેસીલ અને વૉર્ડ ઑફિસમાં તેની નકલો પેસ્ટ કરીને પ્રકાશિત કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : Jio એ આપ્યો મોટો ઝટકો- 5G શરૂ થતાં જ  બંધ કર્યા આ 12 રિચાર્જ પ્લાન- ગ્રાહકોને મોટું નુકસાન

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version