News Continuous Bureau | Mumbai
Mumbai Police મુંબઈ અને નવી મુંબઈમાં તરખાટ મચાવનારી બાઈક ચોર ગેંગને અંધેરી પોલીસે સાકીનાકા વિસ્તારમાંથી ઝડપી પાડી છે. ટેકનિકલ તપાસ અને બાતમીદારોની મદદથી પોલીસે જાળ બિછાવી ૧૮ થી ૨૨ વર્ષના ત્રણ સાગરીતોને જેલ ભેગા કર્યા છે. આરોપીઓ પાસેથી કુલ 9 મોંઘીદાટ બાઈક મળી આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹18 લાખ જેટલી થાય છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને લોક તોડવામાં માહિર હતી.
કઈ કઈ બાઈક રિકવર કરવામાં આવી?
પોલીસે રિકવર કરેલી 9 બાઈકની વિગતો નીચે મુજબ છે:
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350: 4 બાઈક (અંધેરી, વિલેપાર્લે, ખારઘર અને એન્ટોપ હિલમાંથી ચોરાયેલી).
યામાહા MT 15: 2 બાઈક (ભાંડુપ અને ઘાટકોપરમાંથી ચોરાયેલી).
યામાહા RX 100: 1 બાઈક (પરેલમાંથી ચોરાયેલી).
પલ્સર NS 400: 1 બાઈક (ભાંડુપમાંથી ચોરાયેલી).
KTM ડ્યુક: 1 બાઈક (કાળાચૌકીમાંથી ચોરાયેલી).
આ સમાચાર પણ વાંચો : India on Board of Peace:ટ્રમ્પની જાળમાં ફસાવા તૈયાર નથી પીએમ મોદી! ‘બોર્ડ ઓફ પીસ’ માં જોડાતા પહેલા ૧૦૦ વાર કેમ વિચારી રહ્યું છે ભારત? જાણો ૩ મુખ્ય કારણો
ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
પકડાયેલા આરોપીઓની ઉંમર માત્ર ૧૮ થી ૨૨ વર્ષની છે. તેઓ દિવસના સમયે વિવિધ વિસ્તારોમાં સ્પોર્ટ્સ બાઈકની રેકી કરતા હતા અને રાત્રિના સમયે તક મળતા જ લોક તોડીને બાઈક લઈને ફરાર થઈ જતા હતા. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગેંગ ચોરીના વાહનો ક્યાં વેચતી હતી અને આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ.
વાહન માલિકો માટે પોલીસની સલાહ
આ કાર્યવાહી બાદ પોલીસે વાહન માલિકોને પોતાની મોંઘી બાઈકમાં વધારાના સિક્યુરિટી લોક અથવા GPS ટ્રેકર લગાવવાની સલાહ આપી છે. ખાસ કરીને રાત્રિના સમયે અવાવરૂ જગ્યાએ વાહન પાર્ક ન કરવા વિનંતી કરી છે. અંધેરી પોલીસે રિકવર કરેલી આ બાઈક હવે તેના અસલી માલિકોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે.