મુંબઈગરાઓના તણાવને દૂર કરવા માટે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે મુંબઈવાસીઓ 'સન્ડે સ્ટ્રીટ' કોન્સેપ્ટ શરૂ કર્યો છે. જેમાં દર રવિવારે મુંબઈના અમુક રસ્તા ફક્ત સિનિયર સિટિઝન અને બાળકો માટે રિર્ઝવ રાખવામાં આવે છે.
સંજય પાંડે ખુદ આ સ્થળોની મુલાકાત લઈ સામાન્ય નાગરિકોને પ્રોત્સાહન પણ આપે છે, જે હેઠળ રવિવાર ના સવારે ૭.૦૦ વાગે, આઈ.સી. કોલોની દહિસર ગ્રીન ગાર્ડન અને પેટ પાર્ક ના ઠેકાણે તેમણે મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી. તે ઉપરાંત આ પ્રસંગે શ્રી મુકેશ મહેતા (પોલિસ મિત્ર, સમાજ સેવક, કપોળ અગ્રણી) ને શ્રી સંજય પાંડે ના વરદ હસ્તે અને અન્ય પદાધિકારીઓની હાજરીમાં, મુંબઈ પોલિસ ની કેપ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : લો બોલો.. મેટ્રોના આ રેલવે સ્ટેશનની બે દિવસમાં જ થઈ ગઈ આ હાલત.. જાણો વિગતે
શ્રી મુકેશભાઈ મહેતા જે આપણા ગુજરાતીઓના ગૌરવ સમાન છે, જેમના દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અને જન કલ્યાણ ના કાર્યો કરવામાં આવે છે. તે ઉપરાંત તેઓ મુંબઈ પોલીસને પણ અનેક રીતે સહાય આપતા હોય છે, જેથી પ્રેરાઈને મુંબઈ પોલીસે તેમને આ વિશેષ સન્માન અર્પણ કર્યું છે.
શ્રી મુકેશભાઈ એ તેમને મળેલ આ સન્માન બદલ મા. CP શ્રી સંજય પાંડે, મા. DCP શ્રી નીતિન પવાર, ટ્રાફિક વરિષ્ઠ પોલીસ નિરીક્ષક, બોરીવલી શ્રી સચિન પરદેશી, ટ્રાફિક વરિષ્ઠ પોલીસ નિરીક્ષક, MHB શ્રી રામદાસ આવટે, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક MHB શ્રી સતીષ કુડાળકર, ક્રાઈમ પોલીસ નિરીક્ષક MHB શ્રી સચિન શિંદે તથા માજી નગરસેવક શ્રી અભિષેક ઘોસાળકર આ સર્વે નો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો છે.